જામિયા ફૈઝાનુલ કુરઆન’ અને ‘ઈશા ફાઉન્ડેશન નાસાહસ’ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દરેક ધર્મ જાતિ સમુદાયના સમુહ લગ્ન કરાવવામાં આવે છે. ત્યારે આ વખતે પણ આ સંસ્થાઓ અને તેની સાથે જોડાએલો લોકો દ્વારા ૫૦૧ હિન્દુ અને મુસ્લિમ યુગલના સમુહ લગ્ન યોજાશે.જેમાં બન્ને સંસ્થાઓ સમગ્ર ભારત રાષ્ટ્રના કોમી એકતાના પ્રતિક સમાન છે જેઓ જરૂરીયાતમંદ તેમજ સમાજ ઉપોયગી સેવાના સામાજિક કાર્યોમાં હંમેશા આગળ રહીને કામ કરે છે. દર વખતની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ એકતાનો મેસેજ આપવા માટે આ સમૂહ લગ્નનું આયોજન ૩ માર્ચના રોજ રવિવારે સાંજે ૫ વાગ્યે ટાગોર હોલની સામે રીવરફ્રન્ટ બ્લોક એ, બી અને સી ખાતે રાખેલું છે.
આ અંગે વધારે માહિતી આ કાર્યક્રમના આયોજક અને મૌલાના હબીબ અહમદ ફઝલ અહમદ પઠાણે આપી હતી. જેઓ ફૈઝાનુલ કુરઆન, ફૈઝાન ગ્રુપ ઓફ સ્કૂલ તેમજ લોખંડવાલા જનરલ હોસ્પિટલના પ્રેસિડેન્ટ પણ છે. તેમને જણાવતા કહ્યું કે, ‘અમે આ રીતના કાર્યક્રમો છેલ્લા પાંચ વર્ષથી યોજતા આવ્યા છીએ. જે આ છઠ્ઠીવાર યોજવામાં આવશે.
અમે આગામી સમયમાં ના કે હિન્દુ કે મુસ્લિમ પરંતુ દરેક ધર્મના લોકોના સમૂહ લગ્ન થાય તેવું ઈચ્છીએ છીએ. જેમાં ૫૦૦થી વધારે હિન્દુ, મુસ્લિમ ઉપરાંત શિખ, ઈસાઈ જેવા દરેક ધર્મના યુગલનો સમાવેશ થાય. જેના દ્વારા અમે એકતાનો મેસેજ પુરા દેશ અને દુનિયામાં આપેવા માગીએ છીએ.’
સંસ્થાના કાર્યકરતા તેમજ આયોજનમાં સામેલ એવા ઉદ્યોગપતિ ઈનામુલ ઈરાકીએ સમૂહ લગ્ન વિશે વધારે માહિતી આપતા કહ્યું કે, ‘ આ રીતના ૫૦૧ હિન્દુ મુસ્લિમ યુગલના એક સાથે થવા જઈ રહેલા સમૂહ લગ્ન પહેલીવાર હશે. આ સમૂહ લગ્નમાં હિન્દુભાઈઓના હિન્દુ વિધીથી તેમજ મુસ્લિમ સમુદાયના મુસ્લિમ રીવાજ પ્રમાણે લગ્ન થશે. અમે પહેલા વર્ષે જ્યારે દરેક સમૂહ લગ્નની શરૂઆત કરી ત્યારે ૧૦૦ યુગલથી કરી હતી.
દર વર્ષે આ યુગલની સંખ્યા અમે વધારતા રહ્યા. અમે આ પ્રથા આગામી વર્ષોમાં પણ ચાલુ રાખીશું. આ વખતે અમે લગ્નમાં જોડાનાર દરેક કપલને બેડરૂમ, કિચન સેટ સહિતનો ઘર વસી રહે તે રીતનો જરૂરી સામાન આપવાના છીએ. જેમાં રૂપિયા ૭૫ હજારથી વધારેની ભેટ યુગલને આપવામાં આવશે.