બે વર્ષ પુર્વે ભાવનગર શહેર નજીક સિદસર રપ વારીયા વીસ્તારમાં એક આધેડની નજીવીન બાબતે હત્યા થઈ હતી. આ અંગેનો હત્યા કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીકટ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. પ હજાર રોકડ દંડ ફટકાર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧પ-૧ર-ર૦૧૬ના રોજ રાત્રીના ૮ વાગ્યાના સુમારે ભરતભાઈ રૂપાભાઈ પરમાર જાતે દેવીપુજક (ઉ.વ.૩પ રહે. સિદ્યસર રપ વારીયા)એ વરતેજ પોલીસ મથકમાં એવી મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે રાત્રે હું મારા ઘરે હતો તે વેળાએ મારા ઘરથી નજીક રહેતા મારા કાકા મગનભાઈ નાનજીભાઈ પરમારના ઘરે ઝઘડો થતો હતો તેમનો પુત્ર હિતેશ તેના માતા પિતા સાથે ઝઘડો કરતો હતો અને અવાજ આવતા હું તેમના ઘરે ગયો હતો ત્યાં તેમનો પુત્ર માતાપિતા સાથે ઝઘડો કરી મારપીટ કરી ગાળો આપતો હોય જેથી હું વચ્ચે પડતા હિતેશ મને પણ ગાળો દેવા લાગ્યો હતો તેની પાસે રહેલી છરી લઈ તે મારી પાછળ દોડ્યો હતો હું મારા ઘર તરફ જતો હતો તે વેળાએે હિતેશ છરી લઈ મારી પાછળ પડતા મારા ઘર પાસે પહોંચતા હિતેશને પાછળથી આવતા જોઈ અને ગાળો બોલતા જોઈ મારા પિતા રૂપાભાઈ નાનજીભાઈ પરમાર વચ્ચે પડતા હિતેશે તેની પાસેની છરીથી મારા પિતાને પેટમાં એક ઘા મારી દેતા મારા પિતા નિચે પડી ગયેલ અને હિતેશે છરી લઈ બનાવ સ્થળેથી નાસી છુટયો હતો. મારા પિતાને ગંભીર ઈજા પહોંચતા તેમને હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં તેમન મરણ જાહેર કરેલ આ બનાવ હત્યામાં પરિણામ્યો હતો.
આ બનાવ અંગે ભરતભાઈ રૂપાભાઈ પરમારે વરતેજ પો.મથકમાં આરોપી હિતેશ મગન પરમાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩ર૩, ૩ર૪, ૩૦૭, ૩૦ર, પ૦૪, જીપીએકટ ૧૩પ મુજબનો ગુનો નોંધીયો હતો. આ અંગેનો હત્યા કેસ આજરોજ ભાવનગરના સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા સાક્ષીઓ વિગેરે ધ્યાને લઈ ઈપીકો કલમ ૩૦૪(ર) મુજબના ગુનામાં આરોપી હિતેશ મગન પરમાર સામેનો ગુનો સાબિત માની આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. પ હજારનો રોકડ દંડ, ફટકાર્યો હતો.