ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડા કોર્ટે ૨ વર્ષ ૯ મહિનાની સજા ફટકારી છે. ખનીજ ચોરીના કેસમાં સૂત્રાપાડા કોર્ટે ભગવાન બારડને સજા ફટકારી છે. ભગવાન બારડ પર આરોપ હતો કે ૧૯૯૫માં તેમણે ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરી હતી. ૧૯૯૫માં તેમણે ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરી હતી. સુત્રાપાડાની સરકારી ગોચર જમીન માંથી ૨.૮૩ કરોડની ખનીજ ચોરી કરી હતી ત્યારે આ આરોપ મામલે ધણા સમયથી સુત્રાપાડા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.
આજે સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફાર્સ્ટ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ગૌચર જમીન માંથી ખનીજ ચોરી માટે કસુરવાર ઠેરવ્યા છે અને કોર્ટે આ ધારાસભ્યને ૨ વર્ષ ૯ મહિનાની સજા ફટકારી છે. આ ઉપરાંત ૨૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તમને જણાવી દઇએ કે, વિધાનસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ ધારાસભ્યે ગોવિંદભાઈ પરમાર ને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યાારે કોંગ્રેસ પક્ષે પોતાની બેઠક જાળવી રાખવા સ્વિ.જશુભાઈ બારડના સગાભાઈ અને પૂર્વ ધારાસભ્યી ભગવાનભાઈ બારડને ટિકીટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં ભગવાન ભાઈ બારડનો વિજય થયો હતો.
કોંગ્રેસ પક્ષે પોતાની આ બેઠક જાળવી રાખવા સ્વ. જશુભાઈ બારડના ભાઈને જ ટિકીટ આપી કોંગ્રેસનો ગઢ સાચવી રાખવાના પ્રયાસ કર્યો હતો. જ્યાજરે બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને ટિકીટ આપી હતી.