રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે, તેવામાં અમદાવાદના લાભા ગામ ર્ટનિંગ પાસે મોડી રાત્રે એક ત્રિપલ ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે. ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, લાભા પાસે અસલાલી તરફથી પૂરપાટ આવતી કાર ચાલાકે એક એક્ટિવાને ટક્કર મારી હતી, ત્યારબાદ રોડની બાજુમાં ઉભેલા ટ્રક પાછળ કાર ઘૂસી ગયા હતા. આ ઘટનામાં ૩ના મોત થયા હતા. મિલ કમ્પાઉન્ડમાં રહેતા અને કન્સ્ટ્રક્શ -નનો વ્યવસાય કરતા બદયૂજમાં કુરેશી (ઉ.વ.૫૦) અને મીરઝાપુર નવાવાસમાં રહેતા તેમનાં મિત્ર મહંમદ અખ્તર કુરેશી (ઉ.વ.૫૦) સાથે પાદરા-પીપલજ પાસે આવેલા તેમના ફાર્મ પર બપોરે ગયા હતા.
રાત્રે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે લાભા ગામ પાસે એક પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સવારે પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવાને સાઇટમાં ઉભેલી ટ્રકમાં ઘૂસાડી દીધું હતું, અને કાર પણ ટ્રકમાં ઘડાકાભેર ઘૂસી ગઇ હતી.
ઘટનામાં કાર ચાલાકનું નામ વીરેન્દ્રસિંહ ભાટી જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં એક્ટિવા પર રહેલા બન્ને વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે કારચાલક નું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. અને તેમને અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.