બાપુ ગુજરાત નોલેજ વિલેજ સંચાલિત ઇજનેરી, સાયન્સ, કોમર્સ અને ર્નસિંગ કોલેજ દ્વારા વિવિધ ટેકનિકલ સ્પર્ધાઓનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપ્યા હતા. આ પ્રસંગે કેમ્પસના ટ્રસ્ટી મહેન્દ્રસિંહ, ભરતસિંહ તથા કેમ્પસ ડાયરેક્ટર પ્રો.રવીકુમાર, આચાર્ય અને અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યો હતો.