CM રૂપાણીની તબિયત લથડતાં વિશેષ વિમાનમાં અમદાવાદ લવાયા

821

મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડતાં જૂનાગઢનો કાર્યક્રમમાં હાજરી આપવાનું ટાળીને વિશેષ વિમાનમાં વાયા અમદાવાદ થઈ ગાંધીનગર લવાયા હતા. તેમનું સ્વાસ્થ્ય સારું ન જણાતા રાજકોટમાં નિદાન કરાવ્યું હતું. જેમાં તેમને આંતરડાનો સોજો અને તાવ હોવાનું જણાયું હતું.

રાજકોટ એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું સ્વાગત કર્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીનું પ્રોટોકોલ મુજબ સ્વાગત બાદ બંને જૂનાગઢ રવાના થયા હતા. પરંતુ તબિયત નાદુરસ્ત જણાતા રાજકોટની હોસ્પિટલમાં નિદાન કરાવી ગાંધીનગર પરત ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના કાર્યક્રમમાં રૂપાણી સવારે હાજર ન હતા.

આજે સવારે ગાંધીનગર ખાતે ગુજરાત સહકારી મહાસંમેલન-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સીએમ રૂપાણી હાજરી આપવાના હતા, પરંતુ અચાનક તબિયત ખરાબ હોવાના કારણે તેઓ ગેરહાજર રહ્યાં હતા. જો કે ત્યારબાદ તેઓ રાજકોટ એરપોર્ટ પરથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે જૂનાગઢના ભવનાથ ખાતે આયોજીત ધર્મ સભાનું સંબોધન કરવા રવાના થયા હતા. પરંતુ અચાનક તેમની ખરાબ થતા સીએમ રૂપાણી જૂનાગઢનો કાર્યક્રમ રદ કર્યો હતો અને તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા સહિતની વ્યવસ્થા શરૂ કરાઈ હતી.

સીએમ રૂપાણીની સારવાર દરમિયાન સોનોગ્રાફી પણ કરવામાં આવી હતી. જેમાં તેમને આંતરડામાં સોજા હોવાની વાત બહાર આવતા ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી. જેને લઇ સીએમ રૂપાણીએ તેમના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે અને તેઓ રાજકોટથી ગાંધીનગર પરત ફર્યા હતા. જો કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિયત સમયે જૂનાગઢ પહોંચશે અને ધર્મ સભામાં હાજરી આપી હતી.

Previous articleઆજથી સિંચાઈ માટે નર્મદાનું પાણી બંધ : પીવા માટે મળશે
Next articleઢૂંઢર દુષ્કર્મઃ ૧૪ માસની બાળકી પર બળાત્કાર કરનારને મળી ૨૦ વર્ષની સજા