મહીસાગરઃ બાળ વાઘનાં પગલા દેખાયાઃ ફોરેસ્ટર આર.વી. પટેલ

638

લાંબાગાળા બાદ રાજ્યમાં વાઘ દેખાતા લોકોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ હતી. પરંતુ લુણાવાડા નજીક કંતારના જંગલમાંથી આ વાઘનો મૃતદેહ મળ્યા બાદ તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યાં હતાં. આ સમાચાર પછી ફરીથી બાળ વાઘનાં પગલા જોવા મળ્યાં છે. માહિતી મળી રહી છે કે વાઘ જ્યાં પ્રથમ વખત શિક્ષકને જોવા મળ્યો હતો ત્યાંથી મુખ્ય રસ્તા પર આવતાં નજીકના ખેતરમાં બાળ વાઘના પગલાં દેખાયા છે. જેના કારણે ખેતર માલિક દીપેન્દ્રસિંહે વનવિભાગને જાણ કરી હતી. લુણાવાડાના ગઢ ગામના જંગલમાં બાળ વાઘના પંજાના નિશાન મળી આવ્યા ફોરેસ્ટર આર.વી. પટેલ અને વન કર્મીઓ ખેતરમાં દોડી આવ્યા હતા. ખેતરમાં તપાસતા ફૂટમાર્ક વાઘના પગલા કરતાં નાની સાઈઝના જણાતા હતા. આ પુરાવા ઉપરાંત કોઇ મજબૂત પુરાવા ન મળે ત્યાં સુધી કશું કહી શકાય નહીં તેમ તેમણે જણાવ્યુ છે. વાઘનાં મોત સમયે વડોદરા વન વિભાગના સીસીએફ એ ખુલાસો કરતા જણાવ્યું હતું વાઘનો મૃતદેહ મળી આવ્યો છે. આ જ વાઘ સંતના જંગલમાં નાઈટ વિઝન કેમેરામાં કેદ થયો હતો. આ નર વાઘ પહેલાના લોકેશનથી અંદાજિત પંદર કિલોમીટર ચાલીને કતારના જંગલમાં આવી ગયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે સ્ટેટ હાઈ વે ક્રોસ કરી ને ક્યારે અને કેવી રીતે આ વાઘ કતારના જંગલમાં આવ્યો તે અંગે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. વાઘના પીએમ બાદ ત્યાં જ તેના મૃતદેહનો રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Previous articleઢૂંઢર દુષ્કર્મઃ ૧૪ માસની બાળકી પર બળાત્કાર કરનારને મળી ૨૦ વર્ષની સજા
Next articleવલસાડઃ ભૂકંપના બે આંચકા અનુભવાયા, એકની ૩.૧ અને બીજોની ૪.૪ની તીવ્રતા