આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ભાવનગર કાળાનાળા જૈન મંદિર પાસેથી આવતા પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયા તથા રાજેન્દ્રસિંહ સરવૈયા ને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, વાપી ટાઉન પો.સ્ટે.પ્રોહી ગુન્હાનાં કામે નાસતો-ફરતો આરોપી અશોકભાઇ રાઘવભાલ ઢીલા રહે. પ્લોટ નં-૭૮ માઘવાનંદ સોસાયટી ભાવનગર વાળો ઉભો છે. જે હકિકત આઘારે મજકુર ઇસમને પકડી લઇ તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન સોપી આપવામાં આવેલ.