કુપવાડા અથડામણ : બે આતંકી ઠાર

579

ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડામાં આતંકીઓ સાથેની અથડામણમાં સીઆરપીએફના બે જવાન અને જમ્મુ કાશ્મીરના બે પોલીસ જવાન શહીદ થયા છે. આ ઉપરાંત અંકુશરેખા પર પાકિસ્તાન દ્વારા હેવી ફાયરિંગ શરૂ છે. અંકુશરેખા પરના પૂંછ, મેંઢર, કૃષ્ણાઘાટીમાં પાકિસ્તાન તરફથી હેવી ફાયરિંગ અને મોર્ટાર છોડવામાં આવી રહ્યા છે. હંદવાડાના બાબાગુંડ ગામમાં આખી રાત ચાલેલા એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરાયા છે. આ એન્કાઉન્ટરમાં બે સીઆરપીએફના જવાન અને જમ્મુ પોલીસના બે પોલીસ જવાન પણ શહીદ થયા છે.

ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ માહિતી આપતા કહ્યુ છે કે આજે સવારે કુપવાડાના હેન્દવારાના બાબાગુંડ ગામમાં ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. બાતમી મળ્યા બાદ સમગ્ર વિસ્તારને ખાલી કરાવીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. અહીં બેથી ત્રણ ત્રાસવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્રાસવાદીઓની હાજરીમાં ગુપ્તચર માહિતી મળ્યા બાદ સેના દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જે આખી રાત ચાલ્યું હતું. સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી ત્યારે તમામ સાવચેતી રાખવામાં આવી હતી. અથડામણ દરમિયાન સુરક્ષા દળોને કોઇ નુકસાન થયુ નથી. આ પહેલા બુધવારના દિવસે શોપિયન જિલ્લામાં જેશના બે ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેનાએ માનવ કવચ રૂપે અંકુશ રેખા પર રહેતા લોકોના આવાસ પર મોર્ટાર અને મિસાઇલો પણ હાલમાં ઝીંકી છે.  રાજોરી અને પુચ ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. સરહદી વિસ્તારોમાં હાલમાં વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. તમામ ધાર્મિક સ્થળ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ ગતિવિધી પર નજર છે.નાગરિક વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવતા ભારે દહેશત પણ લોકોમાં ફેલાયેલી છે. સાથે સાથે કેટલાક લોકો તો અન્યત્ર પણ જતા રહ્યા છે. પાકિસ્તાનના અવિરત ગોળીબારના કારણે હાલમાં સામાન્ય લોકોમાં પણઁ આક્રોશ છે. જ્યારે બીજી બાજુ પાકિસ્તાનના દુસાહસને નિષ્ફળ કરવા સેના સજ્જ છે. જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં હજુ પણ મોટી સંખ્યામાં સ્થાનિક કટ્ટરપંથીઓ અને ત્રાસવાદીઓ છુપાયેલા હોવાના હેવાલ હાલમાં આવ્યા છે. જેથી તેમનો નિકાલ પહેલા જરૂરી છે.

Previous articleઅમારી લડાઈ કોઈ ધર્મ નહીં આતંકીઓ સામે છે : સુષ્મા
Next articleત્રાસવાદીઓનો ખાત્મો કરવા હવે સેનાને ખુલ્લી છુટ : નરેન્દ્ર મોદી