એર સ્ટ્રાઈક : કેજરીવાલ ઉપર વિશ્વાસના પ્રહારો

516

ભારતીય હવાઈ દળ દ્વારા પાકિસ્તાની ત્રાસવાદી અડ્ડાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ વાંધાજનક નિવેદનો કરવામાં આવી રહ્યા છે. આ નિવેદનોનો ઉપયોગ પાકિસ્તાની મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનમાં એક ચેનલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વિધાનસભામાં આપવામાં આવેલા નિવેદનનો ઉપયોગ ભારત સામે કર્યો છે. આના ઉપર એએપીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસે કહ્યું છે કે દેશમાં છુપાયેલા ગદ્દારોથી સાવધાન રહેવાની જરૂર છે.

કુમાર વિશ્વાસે આ બાબતનો ઉલ્લેખ ટ્‌વીટર ઉપર સાયરીના અંદાજમાં કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રીએ મોદી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે ચુંટણી જીતવા માટે કેટલી લાશોની જરૂર છે.

પાકિસ્તાની ચેનલોમાં આ ટ્‌વીટથી લઈને હોબાળો થયો હતો. પાકિસ્તાની મીડિયામાં કેજરીવાલના નિવેદનની હેડલાઈન બની ગઈ હતી. હવાઈ હુમલા બાદ કુમાર વિશ્વાસે એવા લોકો ઉપર પ્રહાર કર્યા હતા જે લોકોએ સર્જિકલ સ્ટ્રાઈકને લઈને પણ પુરાવા માગ્યા હતા. ભારતીય હવાઈ દળના સાહસની પ્રશંસા કરતા કુમાર વિશ્વાસે કહ્યું છે કે આ વખતે પુરાવા માંગનારને કેટલાક ગ્રામ બોમ્બ પુરાવા તરીકે આપવામાં આવે તે જરૂરી છે.

Previous articleઉનાળાની શરૂઆત પહેલા નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો, જળસંકટના ભણકારા
Next articleપાકિસ્તાનના જુઠ્ઠાણાથી જ પાક વિમાન અંધારામાં ગુમ