ભાવનગર મહુવા માર્ગ પર આજે ટેન્કર અને બાઈક ચાલક નો ધડાકા ભેર અકસ્માત સર્જાયો હતો જેમા બાખલકા ગામ ના અગ્રણી અને સતત ૧૦ વર્ષ સુધી બિન હરીફ સરપંચ રહેલા ે સમાજ સેવક દયાળભાઈ જાદવભાઈ (કોળી) ઉ.વ. ૫૫ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જાતા રોડ પર લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ થઇ ગયેલ. પોલીસ ને જાણ કરતા પોલીસે કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાશ ને પીએમ અર્થ ખસેડી હતી અને ટ્રાફિક ખુલ્લો કરવા મા આવેલ અને હોસ્પિટલમાં અને માર્ગ પર સમાજ અને સામાજિક કાર્યકરો દોડી આવ્યા હતા ટ્રક ન. યુ. પી. ૭૦એફસી૮૨૨૦ ના ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી બાખલકા ગામે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.