ભાવનગર રેન્જ આઈ.જી. અમીતકુમાર તથા એસ.પી. જયદિપસિંહ રાઠોડ, એસઓજી સહિતના કાફલાએ આજે વર્તમાન પરિસ્થિતિને લઈને અપાયેલા એલર્ટના પગલે ઘોઘા દરિયે સઘન ચેકીંગ કર્યુ હતું. તેમજ ઘોઘા પો.સ્ટે. ખાતે માછીમારો સાથે બેઠક કરી હતી અને માછીમારીને દરિયા કોઈપણ શંકાસ્પદ બોટ કે વ્યક્તિ નજર પડે તો તુરંત પોલીસને જાણ કરવા જણાવાયું હતું. આ બેઠકમાં ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતાં.