સુન્ની દાવતે ઈજતેમાં યોજાયો

1653
bvn25122017-5.jpg

સુન્ની દાવતે ઈસ્લામીનો ૧૮મો દ્વિદિવસીય વાર્ષિક ઈજતેમા શહેરના શાંતિલાલ શાહ સ્કુલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં શનિવારે ઈસ્લામી બહેનો માટેનો અને આજરોજ  રવિવારે સવારે ૧૦ થી રાત્રીના ૧૦ સુધી ઈસ્લામી ભાઈઓનો ઈજતેમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં સુન્ની દાવતે ઈસ્લામીના અમીર હઝરત મૌલાના કારી શાકીરઅલી રીઝવી સાહેબે (મુંબઈવાળા)તથા મશહુર આલીમો મૌલાના સાહેબોએ પોતાની નુરાની જબાનમાં ઈસ્લાહી તકરીર ફરમાવી હતી આ કાર્યક્રમમાં ભાવનગર શહેર ઉપરાંત આજુબાજુના તાલુકા મથકના મુસ્લીમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સફળ બનાવવા સુન્ની દાવતે ઈસ્લામી ભાવનગર શાખાના મુબ્લીગોએ સારી એવી જહેમત ઉઠાવી હતી.

Previous articleગુરૂ ગોવિંદસિંઘ જન્મોત્સવ શોભાયાત્રા
Next articleભડી નજીક કાર-બાઈકનો ગમખ્વાર અકસ્માત : પીતા-પુત્રીનું કરૂણ મોત