જાહેરમાં જુગાર રમતા ૪ ઝડપાયા

836

એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન હે.કોન્સ. જતેન્દ્રસિંહ વજુભા ઝાલાને બાતમી રાહે હકિકત મળેલ કે ભાવનગર યુનિર્વસીટી પેડકની સામેના ભાગે સરકારી હાર્ટના ઇન્ડીયન ગેસ એજન્સીના ગોડાઉનના દરવાજા પાસે જાહેરમાં ચાર ઇસમો ગંજીપતાના પાના વડે તીપતીનો હારજીતનો જુગાર રમી રમાડે છે.  જે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા  શાહબુદિન ઉર્ફે શબો અનવર થીમ ઉવ.૪૦ ભાવનગર હલુરીયા કાછીયા વાડ, વસીમભાઇ ઉસ્માનભાઇ ગોરી ઉવ.૨૯ રહે.ભાવનગર નિર્મળનગર ભાવુભાનો, ચિરાગભાઇ બાલાભાઇ ડાભી  ઉવ.૩૬ રહે.ભાવનગર આનંદનગર શ્રમજીવી સોસા.,  રાજુભાઇ ભાયાભાઇ બાંભણીયા ઉવ. ૩૬ રહે.ભાવનગર ગૈારીશંકર સોસાયટી વાળા પાસેથી રોકડ રૂ.૧૮,૨૦૦/- વાહન નંગ-૦૨ રૂ. ૩૦,૦૦૦/- મોબાઇલ નંગ-૦૪ રૂ. ૧૬,૦૦૦/-કુલ કિ.રૂ. ૬૪,૨૦૦/- નો મુદામાલ સાથે પકડી લઇ નિલમ બાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ડી.ડી.પરમાર તથા પો.સ.ઇ. આર.એચ.બાર તથા એ.એસ.આઇ પરાક્રમસિંહ ગોહિલ, જીતેન્દ્રસિંહ ઝાલા, આર.એમ.સરવૈયા, મહિપાલસિંહ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, અજયસિંહ વાઘેલા વિગેરે જોડાયેલ હતાં.

Previous articleસિહોરમાંથી પાંચ બોટલ દારૂ સાથે બે ઝડપાયા
Next articleશહેરના જવાહર મેદાનમાં ગુરૂવારથી જીજ્ઞેશ દાદાની ભાગવત સપ્તાહનો પ્રારંભ