વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેઠી મુલાકાતના એક દિવસ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પીએમ પર ખોટું બોલવાનો આરોપ મૂકયો છે. બીજીબાજુ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં રાહુલને ટક્કર આપનાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની એ કોંગ્રેસ અધ્યક્ષ પાર વળતો પ્રહાર કર્યો છે. ટિ્વટર પર જ કોંગ્રેસ અધ્યક્ષને જવાબ આપતા સ્મૃતિ ઇરાની એ તેમના દાવા પર પ્રશ્ન ઉઠાવ્યા. સ્મૃતિ ઈરાનીએ પણ રાહુલ ગાંધીને ટિ્વટ કરીને જવાબ આપ્યો હતો કે, તમને ડર એટલો છે કે અમેઠીમાં વિકાસ થઈ રહ્યો છે અને તમે તે જોવાની તકલીફ સુદ્ધા નથી લીધી કે ગઈ કાલે કોરવામાં ત્નફનું ઉદ્ધાટન થયું છે. તે અંર્તગત ભારત અને રશિયા વચ્ચે સમજૂતી થઈ કે છદ્ભ ૨૦૩ રાઈફલનું નિર્માણ કરાશે. તમે શિલાન્યાસ નહીં અમેઠીનું સત્યાનાશ કર્યું છે. સ્મૃતિ ઈરાનીએ બીજી ટિ્વટ કરીને કહ્યું છે કે,તો આજે સાથે સાથે દેશને પણ જણાવી દો કે તમે તો એ સંસ્થાનો પણ શિલાન્યાસ કર્યો હતો જેનો તમારા જ એક નેતાએ ૨ દશક પહેલાં પણ શિલાન્યાસ કર્યો હતો.