ફ્રિજના ભંગારના ઓથા હેઠળ ૩૨.૩૦ લાખના દારૂની હેરાફેરી

726

ફ્રિજના ભંગારના ઓથા હેઠળ ૩૨.૩૦ લાખના દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના ટ્રક ચાલકને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. જેમાં રૂપિયા ૩૨.૩૩ લાખની દારૂની ૭૭૭૬ નંગ બોટલો ભરેલી ૬૪૮ પેટી જપ્ત કરાઈ હતી. વિદેશી દારૂની હેરાફેરી કરતો રાજસ્થાન પાસીંગનો ટ્રક, મોબાઇલ ફોન, રોકડ તથા વિદેશી દારૂ સહિત કુલ ૪૩.૩૩ લાખની મત્તા સાથે ટ્રક ચાલકને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં વિદેશી દારૂ ઉપર પ્રતિબંધ હોવાથી બૂટલેગરો વિદેશી દારૂને ઘુસાડવા માટે અવનવી પધ્ધતિઓ અપનાવતા હોય છે. રાજસ્થાનથી આવતી આરજે-૦૯-જીબી-૦૯૬૩ નંબરની ટ્રકમાં ફ્રિજના ભંગારની નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડીને ઉપર કંતાન બાંધી દેવાયુ હતું. રાજસ્થાનથી નિકળેલી ટ્રક વાયા હિંમતનગરથી અમદાવાદ તરફ આવી રહી હોવાની લોક્લ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહને માહિતી મળી હતી. આથી પેટ્રોલીંગ કરી રહેલા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ વી.એમ.ઝાલા સહિત પોલીસ કાફલો ચિલોડા-હિંમતનગર હાઇવે ઉપર આવેલા છાલા ગામની પાસેની એક હોટલ પાસે વોચમાં ગોઠવાયા હતા. તે દરમિયાન વિદેશી દારૂ ભરેલી ટ્રક આવતા પોલીસે રોકીને ટ્રક ચાલકની પુછપરછ કરી હતી.

Previous article૩૦ માર્ચ સુધીમાં લોકો નાણાની ભરપાઈ નહીં કરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે
Next articleSRP જવાનને સિવિલમાં ૧ મહિનો સાફ-સફાઈ કરવાની સજા