આતંકી મારવા ગયાં હતાં કે ઝાડ પાડવા? ચૂંટણીમાં ફાયદા માટે કરી એર સ્ટ્રાઇક?ઃ સિદ્ધુ

594

પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પર હવે ઘણાં સવાલ ઉભા થઈ રહ્યા છે. ઘણાં વિપક્ષી નેતા પહેલાં પણ એર સ્ટ્રાઈકના પુરાવા માંગી ચૂક્યા છે. ત્યારે હવે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ એક મોટો હુમલો કરી દીધો છે. સિદ્ધુએ ટિ્‌વટ કર્યું છે કે, શું ત્યાં ૩૦૦ આતંકીઓ મર્યા છે કે નહીં? જો નહીં તો આનો શું અર્થ છે? શું તેઓ માત્ર ઝાડ ઉખાડવા જ ગયા હતા. નવજોત સિંહ સિદ્ધુએ લખ્યું કે, શું ત્યાં આતંકીઓને મારવા ગયા હતા કે ઝાડ ઉખાડવા. શું આ માત્ર એક ચૂંટણીલક્ષી નોટંકી છે. તેમણે લખ્યું છે કે, સેનાનું રાજકારણ કરવાનું બંધ કરો. જેટલો દેશ પવિત્ર છે તેટલી જ સેના પણ પવિત્ર છે. ઉંચી દુકાન, ફીકા પકવાન. સિદ્ધુએ આ ટિ્‌વટ સિવાય એક વીડિયો પણ ટિ્‌વટ કર્યો છે. જેમાં બાલાકોટના અમુક સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ત્યાં કોઈ નુકસાન નથી થયું. નોંધનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુનું આ પહેલાં પણ એક નિવેદન આવ્યું હતું જે ઘણાં સમય સુધી વિવાદમાં રહ્યું હતું.

Previous articleલાશો ગણવી અમારૂં કામ નહીંઃ ધનોઆ
Next articleહવે દેશનો મિજાજ આતંકીઓને વીણીને હિસાબ કરવા માટેનો છે