સિહોરમાં મહાશિવરાત્રીની આસ્થાભેર ઉજવણી કરાઈ

761

શિવરાત્રી એટલે મહાદેવનુ પાવન પર્વ. આજે સવારથી સિહોર તાલુકામાં  શિવાલયો માં ૐ નમઃ શિવાય, મૃત્યુંજય મહામંત્ર ,પુરાણોક્ત રુદ્રાભિષેક, બીલવાસ્ટકમ ,હર હર મહાદેવના જયઘોષ ગુંજી ઉઠયા હતા. વહેલી સવારથી જ મંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. શિવલિંગને જળ અને દુધનો અભિષેક, બિલીપત્ર અર્પણ કરવા તથા દર્શનનો લાભ લેવા ભાવિકો ઉમટી પડયા હતા. સૌરાષ્ટ્રના કાશી ગણાતા સિહોર સહિત સ્થાનકોમાં ભાવિકોની ભીડ રહી હતી.

ત્યારે ભક્તજનો દ્વારા શેરડીના રસ, દૂધ, કાળાતલ, મધ, ચોખા, બિલ્વપત્ર, લીલાગર,ચંદન તથા અત્તર સહિત ચીજવસ્તુઓ થી અભિષેક કરી ધન્યતાનો આનંદ લીધેલ ત્યારે ગૌતમેશ્વર, જોડનાથ,ભીમનાથ મહાદેવ સહિત સિહોર ના તમામ શિવાલયો પર પૂજારીશ્રી દ્વારા ભક્તજનો ને કોઈ અગવડતા ન પડે માટે તૈયારીઓ કરી હતી સાથે સાથે પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સિહોરમાં નવનાથ, ગૌતમેશ્વેર મહાદેવ સહીતના અનેક શિવાલયો આવેલા છે જે શુશોભિત કરવામાં આવેલ અહીં ગુજરાતભરમાંથી લોકો શિવજીના દર્શન કરવા આવે છે.આજે મહાશિવરાત્રીના દિવસે બહોળી સંખ્યામાં ભકતજનો ઊમટી પડયા હતા અને ભગવાન શિવની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. ઉપરાંત સિહોર ગ્રામ્ય પંથકમાં પણ મહાશિવરાત્રી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલ

સાથે સાથે જોડનાથ મહાદેવ ખાતે એક કાચબો પણ આવી ચડતા મહાદેવ ના મંદિર ના ગર્ભગૃહમાં આંટાફેરા કરતા ભક્તજનો માં એક ચમત્કાર હોવાનું માની લોકો ના ટોળા વળ્યાં હતા અને દર્શન કર્યા હતા

Previous articleઓમ કારેશ્વર મહાદેવ મંદિરના બ્લ્ડ ડોનેશન કેમ્પ
Next articleઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેતી એલસીબી