વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. એસજી હાઈવે પર જાસપુર ગામ ખાતે ૧૦૦ વિઘા જમીન પર વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થવાનું છે. ત્યારે લાખો પાટીદારોની હાજરીમાં પીએમ મોદીએ ભૂમિપૂજન કર્યું. આ મહા ભૂમિપૂજન સ્થાને ૪૧ ફૂટ ઊંચાઈની મા ઉમિયાની પ્રતિમાના પીએમ મોદીએ દર્શન કર્યા હતા. સાથો સાથ ૫૧ ફૂટ ઊંચાઈના ત્રિશૂળનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ સૂચક નિવેદન કરતા આગામી લોકસભા ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને યાદ કરતા કહ્યું કે જે કરવું હોય તે મોટું કરવું. નાનું શા માટે કરવું. મોદીએ કહ્યું કે દેશનો મિજાજ બદલાયો છે.
પીએમ મોદીએ વિશ્વ ઉમીયા ધામની ભૂમિ પૂજનનું અનાવરણ કર્યું. તેમણે પોતાના સંબોધનમાં બોલ મારી મા, ઉમિયા માના સૂત્રોચ્ચાર કરાવ્યા હતા. તો સાથે જ હર હર મહાદેવ પણ કહ્યું હતું. તેમણે ભારત માતા કી જયના ત્રણ જયકાર બોલાવ્યા હતા.
પીએમ મોદીએ ઉમિયા ફાઉન્ડેન પ્રસંગે પ્રયાગરાજના કુંભમેળાની વાત કરી હતી, તેમણે કહ્યું કે આ વખતે સ્વચ્છતાની બાબત વિશ્વના અખબારોમાં થઇ. પીએમ મોદીએ આધ્યાત્મિક વિશે વાત કરતા જણાવ્યું કે, હજારો વર્ષોનો આપણો ઈતિહાસ છે કે, આ દેશને ઋષિ, ખેડૂતો, ગુરુ, શિક્ષકોના યોગદાનથી બનેલું છે.
મોદીએ વધુમાં કહ્યું કે, દેશ માટે હંમેશા મરજીવીયાના કતાર લાગેલી છે. આ દેશની ચેતના તેની પ્રેરણા હશે. એક પ્રકારે આપણે આધ્યાત્મિક પરંપરા સામાજિક ચેતનાની કેન્દ્રમાં રહી છે. જેને કારણે સમાજ જીવનમાં સમયાનુકુળ પરિવર્તન આવ્યું છે. સમય જતા કેટલુક વિસરાયું છે. પીએમ મોદીએ ભ્રૂણ હત્યા વિશે વાત કરતા જણાવ્યું કે, જો આપણે માતા ઉમિયાની પુજા કરતા હોય, અને ભ્રૂણહત્યા કરીએ તો માતા ઉમિયા આપણને માફ કરે કે ના કરે. કેમ ચૂપ થઇ ગયા. કહીને જણાવ્યું હતું. મોદીએ કહ્યું કે, હું પહેલા ઉંઝાથી ખુબ નારાજ રહેતો હતો. કારણ કે દિકરીઓની સંખ્યા ઉંઝામાં ખુબ જ ઓછી હતી. જેના કારણે હું તેમને ખુબ ઠપકો આપતો હતો. આ સાથે પીએણ મોદીએ સ્ત્રી ભ્રૂણ હત્યાને લઇને શપથ લેવડાવ્યા હતા, કે આપણે ક્યારેય ભ્રૂણ હત્યા નહી કરીએ. હવે આ પાપ આપણે નહીં કરીએ. નવી પેઢીમાં કેટલીક બાબતો આવી રહી છે, આવનારી પેઢીને તબાહ કરી રહી છે. યુવા પેઢીને બચાવવી છે. વ્યસન, નશોના રસ્તે બાળકો ન જવા જોઈએ. પૈસાના જોરે આ વસ્તુઓ ઘરમાં ન ઘૂસે તે મા ઉમિયાના દરેક સંતાને જોવુ જોઈએ. વીર જવાનો પરાક્રમ કરે તો નાનુ શુ કામ કરે. મોટુ કરે, પાકુકુ કરે, જ્યાં કરવાનુ હોય ત્યાં જ કરે. ભારતનો મિજાજ બદલાયો. ભારતના સામાન્ય માનવીનુ મન બદલાયુ છે. તેને કારણે દેશ આજે સંકલ્પ લઈ શકે છે અને સિદ્ધી હાંસિલ કરી શકે છે.
આજે મા ઉમિયાના ચરણોમાં આપણે છીએ ત્યારે છગનબાપાને યાદ કરવા જોઈએ.
તેમના મૂળમાં છગનબાપાની દીર્ઘદ્રષ્ટિ હતી. આ મહાપુરુષે કોઈ આટાપાટા નહિ, પણ તેમણે શિક્ષણના રસ્તે પાટીદાર સમાજને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. પણ હવે છગનબાપાથી નહિ ચાલે, હવે સેંકડો છગનબાપાની જરૂર છે. જે સમાજને નવી ચેતના આપે.
૨૦૧૯ પછી પણ હું જ છું તેની ચિંતા ન કરતા. આવુ કહેતા જ જનમેદનીમાં મોદી મોદીના નારા લાગ્યા હતા. તેમણે કહ્યું કે, ભારત સરકારે આમાં કંઈ પણ કરવું હોય તો દિલ્હીમાં જે ઘર છે તે તમારું જ છે.