ગુજરાત સહિત ભાવનગર શહેર અને જીલ્લામાં મહા શિવરાત્રી પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. શિવરાત્રી પર્વને અનુલક્ષીને શિવમંદિરમાં દર્શને અને પુજન માટે ભાવિકોની ભીડ જોવા મળી હતી. શિવરાત્રી પર્વને અનુલક્ષીને શહેરના નારેશ્વર મહાદેવ, તખ્તેશ્વર મહાદેવ, બિલેશવર મહાદેવ, ભગવાનેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરમાં વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથના દૃશન અને પુજન માટે ભાવિકો ઉમટી પડ્યા હતાં. ભાવિકોએ દૂધ-જળનો અભિષેક, બીલીપત્ર સહિતની સામગ્રી વડે ભગવાન શિવનું પુજન કર્યુ હતું. શિવાલયોમાં પણ મહાઆરતી, દિપમાળા સહિતના કાર્યક્રમ યોજાયા હતાં. ભાવનગર શહેર ઉપરાંત સીહોર પ્રસિધ્ધ ગૌત્તમેશ્વર, નવનાથ મહાદેવ, સાંઢીડા મહાદેવ, ભાવનાથ મહાદેવ, માળનાથ મહાદેવ, ગોપનાથ મહાદેવ સહિતના પ્રસિધ્ધ શિવમંદિરોના દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા હતાં. તસવીર : મનીષ ડાભી