કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે કાળુપુરનાં સ્વામિનારાયણ મંદિરનાં સ્વામી પરિણીતાને લઇને ફરાર થઇ ગયા છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરનાં સ્વામી માઘવપ્રિયદાસ પરિણીતાને લઇને ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. ડાંગરવા ગામની પરિણીતાને લઇને સ્વામી માધવપ્રિયદાસ ફરાર થઇ ગયા છે.

સ્વામી માધવપ્રિયદાસ ગત તારીખ ૧ માર્ચનાં રોજ ડાંગરવા ગામની પરિણીતાને લઇને ફરાર થઇ ગયા છે. આ પહેલા સ્વામી માધવપ્રિયદાસનાં ગુરૂ સિદ્ધસ્વર ઉપર સિદ્ધપુર ગુરુકુળમાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનાં આક્ષેપો થતા હોબાળો મચ્યો હતો. સ્થાનિકોએ સિદ્ધસ્વરને ઢોર માર મારી પોલીસને હવાલે કર્યા છે. તો ગુરૂનાં રસ્તે ચાલતા સ્વામી માધવપ્રિયદાસ પણ ચાલ્યા છે અને તેઓ પરિણીતાને લઇને ફરાર થઇ ગયા છે.
પરિણીતા સાથે આંખ મળી જતા સ્વામી પોતાનો ભગવો પણ ભૂલી ગયા હતા. સાધુત્વને લજવી અને સેહ-શરમ છોડીને પરિણીતા સાથે ફરાર થઇ ગયેલા સ્વામી માધવપ્રિયદાસ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આ સમગ્ર માલલો સામે આવતા કાલુપુર સ્વામિનારાયણ સાંપ્રદાયે સાધુ માધવપ્રિયદાસનું નામ રદ્દ કર્યું છે.