નાણાં ધીરનારની હત્યા, ઓફિસમાં ધૂસી ૩ શખ્શોએ કર્યું અંધાધૂત ફાયરિંગ

1208

શહેરમાં આરોપીઓને જાણે ખાખી વર્દીનો ખોફ નહિ હોય તેવુ લાગી રહ્યુ છે. ભર બપોરે સુરતના નવસારી બજારમા ફાયરિંગની ઘટનાએ સ્થાનિક લોકોમા ભયનો માહોલ ઉભો થયો હતો. મહેન્દ્ર શાહ નામની નાણાં ધીરનારની દુકાનમા જ માલિકને મારમારી બે રાઉન્ડ ફાયરીંગ કરી ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ અઠવા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી હતી.

સુરતમા રહેતા મહેન્દ્રભાઇ શાહ સોના-ચાંદીના દાગીના પર નાણાં ધીરવાનુ કામ કરતા હતા. તેમની નવસારી બજાર સ્થિત ઓફિસ આવેલી છે. આજે રાબેતામુજબ તેઓ પોતાની ઓફિસ પર ગયા હતા. દરમિયાન બપોરના સમયે ત્રણ શખ્સો મોઢા પર રુમાલ બાંધી ઓફિસમા ઘુસી આવ્યા હતા અને મહેન્દ્ર ભાઇને લાકડા વડે મારમાર્યો હતો. બાદમા આ ત્રણ શખ્સ પૈકી એક શખ્સે મહેન્દ્રભાઇ પર બે રાઉન્ડ ફાયરીંગ કરી ત્યાથી ભાગી છુટયા હતા.ગોળીબારનો અવાજ સાભળતાની સાથે જ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને દુકાનમા જોતા મહેન્દ્રભાઇ લોહીલુહાણ હાલતમા પડેલ દેખાયા હતા.

જેથી સ્થાનિક લોકોએ ટેમ્પામા મહેન્દ્રભાઇને ખાનગી હોસ્પિટલમા ખસેડયા હતા. આ ઘટનાની જાણ થતા જ અઠવા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે બાજુમા આવેલી દુકાનના સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. જે ફુટેજના આધારે પોલીસે આરોપી સુધી પહોચવાની કવાયત હાથ ધરી હતી. સારવાર દરમિયાન મહેન્દ્રભાઇએ દમ તોડતા પરિવારજનોમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.

જો કે આ આરોપી કોણ છે શા માટે તેઓએ મહેન્દ્રભાઇની હત્યા કરી છે તે અંગે જાણી શકાયુ નથી. જો કે નાણાંની લેતીદેતીમાં જ મહેન્દ્રભાઇની જાણભેદુ લોકોએ હત્યા કરી હોવાનુ પ્રાથમિક તારણ પોલીસ કાઢી રહી છે. હવે જોવાનુએ રહ્યુ કે, પોલીસ આરોપી સુધી કયારે પહોચે છે.

Previous articleકોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ૧૨ માર્ચે ગુજરાતમાં યોજાશે
Next articleવિપક્ષ મારી પર સ્ટ્રાઇક કરી રહ્યા છે અને હું આતંકીઓ પર : પીએમ મોદી