સ્ટોઇનિસ અનલકી… જેટલી વાર બનાવ્યો ૫૦+ સ્કોર, ઓસ્ટ્રેલિયાને મળી હાર

523

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મંગળવારે રમાયેલી વનડે આંતરરાષ્ટ્રીય સિરીઝના બીજા મેચમાં ભારતે ૮ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ વિરાટ કોહલીની ૪૦મી સદીની મદદથી ૨૫૦નો સ્કોર બનાવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની ટીમ મેચમાં નજીક પહોંચી પરંતુ તે અંતિમ ઓવરમાં ૨૪૨ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઓલરાઉન્ડર માક્રસ સ્ટોઇનિસે સૌથી વધુ ૫૨ રન બનાવ્યા પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો. આંકડાની વાત કરીએ તો આ ઓલરાઉન્ડરનો ૫૦+નો સ્કોર ઓસ્ટ્રેલિયન ટીમ માટે અનલકી રહ્યો છે.

વનડે આંતરરાષ્ટ્રીયમાં સ્ટોઇનિસે છ વખત અડધી સદી અને એક સદી ફટકારી છે. પરંતુ તે અજબ સંયોગ છે કે જ્યારે આ ખેલાડી ૫૦+નો સ્કોર બનાવે છે તો તેની ટીમે હારનો સામનો કરવો પડે છે.

સ્ટોઇનિસે વનડેમાં એક સદી ફટકારી છે. તેણે ૨૦૧૭માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ૧૪૬ રન બનાવ્યા હતા. આ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ૬ રને પરાજય થયો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ૨૮૬ રન બનાવ્યા જ્યારે સ્ટોઇનિસની સદીની મદદથી ઓસ્ટ્રેલિયા ૨૮૦ રન બનાવી શક્યું હતું. સ્ટોઇનિસે અત્યાર સુધી સાત વખત (નાગપુર મેચ સહિત) ૫૦+નો સ્કોર બનાવ્યો છે અને દર વખતે ઓસ્ટ્રેલિયાએ હારનો સામનો કરવો પડ્યો છે.

Previous articleઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટ : પીવી સિંધુ પ્રથમ રાઉન્ડમાં બહાર
Next articleકોહલીનો ઘટસ્ફોટ : ધોની-રોહિતે શંકરને બોલિંગ આપવાથી મને રોક્યો હતો