મોરબીના ઔદ્યોગીક વિસ્તારમાં ગત રાત્રે એરગનની અણી પર ફ્લીપકાર્ટની ઓફીસમાંથી થયેલ ૩.૯૩ લાખની સનસનીખેજ લુંટનો ભેદ મોરબી એલસીબીએ એક કલાકમાં જ ઉકેલી નાખ્યો છે. આ સાથે મોરબી જીલ્લાના જ ચાર શખ્શોની ધરપકડ કરી લેવાઇ છે અને લુંટમાં વપરાયેલ એરગન અને લુંટી લેવાયેલ ૩.૯૩ લાખની રોકડ પણ કબજે કરી લેવામાં આવી છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ આરોહી કોમ્પ્લેક્ષમાં આવેલી ફ્લીપકાર્ટની ઓફીસમાં ગત મોડી સાંજે હાથમાં એરગન અને મોઢે બુકાની બાંધેલ ચાર શખ્શો ઘુસી આવ્યા હતા અને ઓફીસમાં રહેલ ધનંજય રાજ્યગુરુ નામના કર્મચારીને માર મારી ડરાવી ઓફીસમાંથી ૩.૯૩ લાખની લુંટ કરી નાશી છૂટ્યા હતા. આ બનવની જાણ થતા મોરબી બી.ડીવીઝન પોલીસ ઉપરાંત એલસીબી એસઓજી સહીતની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી લુંટારુઓની શોધ શરુ કરી હતી અને માત્ર એક જ કલાકમાં ચારેય આરોપીને ઝડપી લઇ લુંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો તેમજ આરોપીઓ પાસેથી લુંટી લેવાયેલ ૩.૯૩ લાખ રૂપિયા તેમજ બે બાઈક એક એરગન અને છરી પણ કબજે કરી લેવામાં આવી છે. ઝડપાયેલા ચાર આરોપીઓ મોરબી જિલ્લાના જ રહેવાસી છે ઝડપાયેલ કલ્પેશ મકવાણા વિશાલ મુછડિયા, રમેશ મકવાણા અને લલિત સોલંકી છે જેમાં લલિત સોલંકીએ આ સમગ્ર લુંટના પ્લાનનો મુખ્ય સુત્રધાર છે લલિત સોલંકી આ ઓફીસમાં કામ કરતા લલિત અને મુકેશ નામના બે યુંવાનોનો મિત્ર હતો અને અવારનવાર અહીં બેસવા આવતો હોવાથી ઓફીસમાં ચાર થી પાંચ લાખની રોકડ હોય છે એ જાણતો હોવાથી પોતાના મિત્ર કલ્પેશ, વિશાલ અને રમેશ નામના મિત્રો સાથે મળી લુંટનો પ્લાન બનાવ્યો હતો. સમગ્ર મામલામાં હાલ તો પોલીસને ઓફીસમાં કામ કરતા કોઈ કર્મચારીઓનો કોઈ જ રોલ આ લુંટમાં હોવાનું લાગી નથી રહ્યું પણ ઝડપાયેલા શખ્શોએ પોતાને આ ઓફીસમાં રોકડ હોવાની જાણ હોવાથી આ પ્લાન અમલમાં મુક્યો હતો. તો ચારેય ઝડપાયેલ શખ્શો નાની ઉમરના યુવાનો છે અને મોજ મજા કરવા માટે આ ઘટના ને અંજામ આપ્યો હોય. એવું પોલીસ માની રહી છે પરંતુ સાથો સાથ આવી કોઈ બીજી ઘટનાનોને પણ આ ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે કે કેમ એ અંગે પણ ઊંડી તપાસ ચલાવી રહી છે.