રંઘોળા અકસ્માતની વરસી મૃતકોને શ્રધ્ધાંજલિ અપાઈ

815

૬ માર્ચ એટલે ભાવનગરના ઈતિહાસનો ગોઝારો દિવસ, કારણ કે આજના દિવસે ભાવનગર નજીકના રંઘોળા ગામ નજીક લગ્નની જાનના ટ્રકને અકસ્માત નડતા ૪ર લોકોએ જીવન ગુમાવ્ય્‌ હતો. આજના આ દિવસે રોયલ ક્ષત્રિય સેના અને સમસ્ત ઠાકોર સેના જયાં અકસ્માત સર્જાયો હતો તે સ્થળે અને તે સમયે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આજથી એક વર્ષ પુર્વે ૬ માર્ચના રોજ ભાવનગર રાજકોટ હાઈવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પાલિતાણા તાલુકાના અનીડા ગામનો કોળી પરિવાર જાન લઈને બોટાદ જિલ્લાના ટાટમ ગામે જઈ રહ્યો હતો ત્યારે જાનનો ટ્રકને રંઘોળા નજીક ગોજારો અકસ્માત નડ્યો હતો અને જાનનો ટ્રક પુલ પરથી પલ્ટી મારી ગયો હતો, આ ઘટનામાં અસંખ્ય લોકો ઘાયલ થયા હતાં. અને ૪ર નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતાં. આ ઘટનાની નોંધ સમગ્ર દેશે લીધી હતી, આ ઘટનાને એક વર્ષ પુરૂ થતા આજે જે સ્થળે ઘટના બની હતી તે સ્થળે અને સમય સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આ ૪ર મૃતકોને શ્રદ્ધાજંલિ આપવામાં આવી હતી.

Previous articleભાવનગર ઘોઘારી કપોળ જ્ઞાતિની ચૂંટણીમાં ફરિવાર પ્રમુખ તરીકે ચૂંટાતા શેઠ બ્રધર્સના દેવેનભાઈ શેઠ
Next articleખેડુતવાસ, જુગારધામના મુખ્ય આરોપીઓ ઝડપાયા