બોટાદ જિલ્લામાં બન્ને રાજકીય પક્ષો સક્રિય : ઢસા ખાતે કોંગ્રેસની બેઠક મળી

683

બોટાદ જિલ્લામાં હવે લોકસભા ચૂંટણીના ભણકારા વાગી ચુક્યા છે તે ચોક્કસ જણાઈ છે ભાજપ અને કોંગ્રેસ બન્ને મોટા પક્ષો દ્વારા ગ્રામ્ય અને છેવાડાના લોકો સુધી પ્રચાર અને બેઠકો મિટિંગો શરૂ કરી છે આજે ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે આવેલ પટેલ સમાજ ની વાડીમાં કોંગ્રેસ આગેવાન હિંમતભાઈ કટારીયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સાથે વિધાનસભા સીટ ૧૦૬ ગઢડા મતવિસ્તારની આગામી લોકસભા ચૂંટણી અન્વયે મીટીંગ/કાર્યક્રમ શરૂ થયા છે આ કાર્યક્રમમાં વિધાનસભા સીટ ૧૦૬ ગઢડા ના વર્તમાન ધારાસભ્ય પ્રવીણભાઈ ટીડાભાઈ મારૂ નાઓ તેમજ  રમેશભાઈ મેર બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા વશરામભાઈ તાવિયા ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ હાજર રહેલ. સાથે ગઢડા મહામંત્રી તરીકે કપીલભાઇ ગોલેતર  ની નિમણુંક પણ કરવામાં આવી હતી

Previous articleમીલની ચાલી પાસે રેલ્વે દ્વારા દિવાલ બનાવવાનું કામ શરૂ કરાતા રજુઆત
Next articleસિહોર એલ.ડી.મુની હાઈસ્કુલની એનએસએસ વાર્ષિશ શિબિર સંપન્ન