ધી સિહોર એજયુકેશન સોસાયટી સંચાલિત એલ.ડી.મુની. હાઈસ્કુલ સિહોરના એન.એસ.એસ. યુનિટની સાત દિવસીય વાર્ષિક શિબીર પાલિતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામે યોજાયેલ જેમાં સ્વચ્ઋતા, ગ્રામસફાઈ, ગ્રામ સર્વે, વ્યસન મુક્તિ અંગેની લોક જાગૃતિ રેલી, નજીકના પ્રાકૃતિક સ્થળે ટ્રેકીંગ – મુલાકાત તેમજ પ્રાથમિક શાળા અને ગ્રામજનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત શિબીર દરમિયાન વિવિધ વિષયો પર નિષ્ણાંત વકતાઓ દ્વારા સ્વયંસેવકોને તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય તેવું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ, તેમજ અન્ય સેવાકીય કાર્યો કરવામાં આવેલ.