લોદરા ખાતે પ્રવાહી કચરાના નિકાલ વ્યવસ્થાપાનના પાયલોટ પ્રોજેકટનું ખાતમુર્હુત

590

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા તાલુકાના લોદરા ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત પ્રવાહી કચરાના નિકાલ વ્યવસ્થાપનના પાયલોટ પ્રોજેક્ટનું ખાતમુર્હુત ગ્રામ વિકાસ કમિશનર  મોના ખંઘારના હસ્તે કરવામાં આવ્યું હતું આ પાયલોટ પ્રોજેક્ટ રૂપિયા ૫૬ લાખના ખર્ચે તૈયાર થશે.

આ પ્રસંગે ગ્રામ વિકાસ કમિશ્નર મોના ખંઘારે જણાવ્યું હતું કે, લોદરા ગામને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત ગામ જાહેર કરવામાં આવ્યું છે. હવે,પ્રવાહી – ઘન કચરાનો યોગ્ય નિકાલ થશે, તો ગામની સ્વચ્છતામાં વધારો થશે.લોદરા ગામમાં પ્રવાહી કચરાના નિકાલ માટે આ પાઇલોટ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવનાર છે. લોદરામાં આ પ્રોજેક્ટ સફળ થશે, તો આગામી સમયમાં ગુજરાત રાજ્યના પાંચ હજારની વસ્તી ઘરાવતા ૧૧૫૭ જેટલા ગામોમાં આ પ્રોજેક્ટની અમલવારી કરવામાં આવશે.આ પ્રોજેક્ટના નિર્માણ બાદ ભવિષ્યમાં તેનું મેન્ટેનન્સ પણ ખુબ ઓછુ રહેશે. કમિશનરએ ગ્રામજનોને ગામની સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સુકો અને ભીનો કચરો અલગ રાખવા પણ નમ્ર અનુરોધ કર્યો હતો

આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૯ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે રૂપિયા ૨૦-૨૦ હજારના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આરંભે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  જી.પી.બ્રહ્મભટ્ટે આ પ્રોજેકટ વિશેની વિસ્તૃત માહિતી આપી હતી.

આ ભૂમિ પૂજન સમારંભમાં ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર. આર. રાવલ, એસ બી. એમ ના સ્પેશિયલ કમિશનર  જોશી, માણસાના મામલતદાર મનસુખભાઈ પરમાર,  તાલુકા વિકાસ અધિકારી જે બી. જાદવ, લોદરા કેળવણી મંડળના મંત્રી અને નિવૃત્ત અગ્રસચિવ  એ.ડી.પટેલ, લોદરા ગામના સરપંચ કમલેશભાઈ તેમજ વિષ્ણુભાઈ પટે સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleગુજરાત ઔધોગિક વિકાસ નિગમ દ્વારા ઐઠોર ઔધોગિક વસાહતનું લોકાર્પણ કરાયું
Next articleશિક્ષણમંત્રીએ સે.-ર૩ સ્વામિનારાયણ હાઇસ્કૂલ ખાતેથી વિદ્યાર્થીઓને ફુલ આપી શુભેચ્છાઓ પાઠવી