૨૫મી નેશનલ સાયન્સ કોંગ્રેસનો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી

683
gandhi28122017-4.jpg

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદના સાયન્સ સિટીમાં ૨૫મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટ વિશ્વાસ દર્શાવ્યો છે કે ૨૦૩૦માં ભારતને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ટોપ-થ્રી નેશનમાં સ્થાન ન અપાવવાનો પાયો-બુનિયાદ આ સાયન્સ કોંગ્રેસે ગુજરાતથી નાખ્યો છે. 
મુખ્યમંત્રીએ અમદાવાદમાં આ સાયન્સ કૉંગ્રેસને ખુલ્લી મુકતા કહ્યું કે, આ બાળ વૈજ્ઞાનિકો જય જવાન-જય કિસાન-જય વિજ્ઞાનના સમન્વયથી નયા ભારતનું શક્તિશાળી સમર્થ રાષ્ટ્રનું નિર્માણ કરશે. આ સાયન્સ કૉંગ્રેસમાં ભારતના ૩૦ રાજ્યોના તેમજ ૬ એશિયન  દેશોના મળીને ૯૦૦ બાળ વૈજ્ઞાનિક ભાગ લઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા જરૂરી છે તેમ જણાવી ગુજરાતની ધરતી પર પધારેલા સૌ બાળ વૈજ્ઞાનિકોને આવકાર્યા હતા. 
ભારતની સંસ્કૃતિ ઋષિ-મુનિઓની સંસ્કૃતિ છે. પ્રાચીન સમયથી આધુનિક સમય સુધી ભારતના વૈજ્ઞાનિક અને તેમની શોધે સમગ્ર વિશ્વને જ્ઞાનનો માર્ગ બતાવ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે પ્રાચીનકાળમાં ચરક, આર્યભટ્ટથી માંડીને આધુનિક સમયમાં જગદીશચંદ્ર બોઝ, શ્રીનિવાસ રામાનુજમ સુધીના વૈજ્ઞાનિકોએ સમય-સમયે ભારતની ધરતી પર જન્મ લઇ જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રે ભારતનું નામ રોશન કર્યું છે. 
તેમણે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડો.એ.પી.જે. અબ્દુલ કલામનું ઉદાહરણ આપી બાળકોની વિચાર ક્ષમતા કેટલી સશક્ત હોય છે તે જણાવી તેમના જીવનમાંથી પ્રેરણા લેવા બાળકોને અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રીએ ત્યારબાદ બાળ વૈજ્ઞાનિકોની શોધ સંશોધનનું પ્રદર્શન ખુલ્લું મુક્યું હતું અને કૃતિ રસપૂર્વક નિહાળી હતી.
વિજયભાઇ રૂપાણી પોતે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો પછીનો પ્રથમ જાહેર કાર્યક્રમ બાળ વૈજ્ઞાનિકોને પ્રેરણા-પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિશ્વાસ દર્શાવ્યો કે જય જવાન- જય કિસાન-જય વિજ્ઞાનના સમન્વયથી આ બાળ વૈજ્ઞાનિકો નયા ભારતનું નિર્માણ કરશે. ૨૫મી ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ યુવા વૈજ્ઞાનિકોને આગળ વધવા માટે ઉદ્દીપક સમાન બની રહેશે. ભવિષ્?યની પેઢીને શું આપીશું તેનું બીજ સિંચન આવા કાર્યક્રમથી થતું હોય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.

Previous articleવિધાનસભાની રીનોવેશનની કામગીરી ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થશે : નીતિનભાઇ પટેલ
Next articleસામાન્ય વહીવટ વિભાગે મંત્રી મંડળના સભ્યોને ઓફીસ ફાળવણી કરી