અપહરણનાં ગુનાનાં આરોપીઓને ઝડપી લેતી ભરતનગર પોલીસ

1045

ગઈ કાલ તા.૦૬ ના રોજ ગીરીરાજસિંહ ભરતસિંહ પઢીયાર ઉવ.૨૬ રહે.મકાન નં.૫૩૩, બે માળીયા, ભવાની માતાના મંદીરની સામે, ભરતનગર વાળાએ  ભરતનગર પો.સ્ટે.જણાવેલ કે યુવરાજસિંહ અનોપસિંહ સરવૈયા એ ફરીને ફોન કરી બોલાવી પ્રથમ પાણીની ટાંકી પાસે બોલાવી ત્યાર બાદ ફોર વ્હીલમા બેસાડી ટોપ થ્રી સર્કલ પાસે લઇ જઇ ત્યાર આ કામના અન્ય આરોપી દશરથસિંહ જાડેજા હાજર હોય જેઓને ફરીયાદીને પણાની ગાડીના હીસાબ ના રૂ.૧૮,૦૦,૦૦૦/- આપી દેવાનુ કહેતા ફરી. એ કટકે-કટકે આપવાનુ જણાવતા તાત્કાલીક પૈસાની ઉધરાણી કરતા ફરી. એ હાલ પોતાની પાસે પૈસા નહી હોવાનુ જણાવતા દશરથસિંહઉર્ફે દસુભા ભાવુભા જાડેજા તથા તેના ભાણેજ,   યુવરાજસિંહ અનોપસિંહ સરવૈયા તથા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે.ભકિતનગર,ટોપથ્રી સર્કલપાસે ફરી  ને ઢીકા પાટુ વતી મુંઢમાર મારી બળજબરીથી ફોરવ્હીલ બલેનો ગાડીમા બેસાડી અપહરણ કરી તળાજા તાલુકાના જુની છાપરી ગામે યુવરાજસિંહની વાડીએ લઇ જઇ ત્યાં અન્ય અજાણ્યા ચાર માણસો સાથે મળી દોરડાથી બાંધી ઢીકા પાટુ તથા ધોકાથી માર મારી મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પરત ભાવનગર મોડી રાત્રીના આશરે સાડા બારેક પોણા એક વાગ્યે કાળીયાબીડ પાણીની ટાંકી ખાતે ઉતારી જઇ બલેનો ગાડી લઈ જતા રહેલ હતા. જે બનાવ બાબતે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ ભાવનગર જીલ્લા પોલીસ અધિકારી જયપાલસિંહ રાઠોડ તથા ના.પો.અધિ. એ.એમ.સૈયદની સચના તથા માર્ગદર્શન હેઠળ ભરતનગર પો.સ્ટે. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એમ.એચ.યાદવ તથા સ્ટાફ વી.બી.ખુમાણ,  હરેશભાઇ પંડયા, સંજયભાઇ ચુડાસમા,હરપાલસિંહ ગોહિલઆ ગુન્હાના આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

Previous articleપૂ.જીજ્ઞેશ દાદાની ભાગવત કથાનો પ્રારંભ
Next articleભાવ. પોલીસ કર્મચાર્રીઓને આવાસની ભેટ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણી