રાજુલાના રામપરા (ર) ખાતે સ્વામીનારાયણની પરંપરા મુજબ શાકોત્સવનું સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની હાજરી તેમજ લોકડાયરાનું આયોજન ભોળાભાઈ આહિર સહિત કલાકારોએ જમાવટ કરી સંતોના સન્માન કરાયા હતા.
રાજુલા તાલુકાના રામપરા (ર) ખાતે અઢીસો વર્ષ પહેલાની ભગવાન સ્વામીનારાયણ વખતથી શરૂ થયેલ શાકોત્સવ પરંપરાને જાળવી રાખવા રામપરાના આહિર સમાજ અગ્રણી લાલાભાઈ બાઘાભાઈ રામ દ્વારા મહુવા સ્વામિનારાયણ મંદિરના મહંત ભક્તિતનય સ્વામી, અખંડ મંડળ સ્વામી, ગારિયાધારથી પધારેલ વિશ્નુ સ્વામી તેમજ અનેક સંતો-મહંતો સાથે પરમ ભાગવતાચાર્ય ભાવેશદાદા શાસ્ત્રી, રામાપીર આશ્રમના મહંત બિજલ ભગત તેમજ બહોળી સંખ્યામાં રાજકિય મહાનુભાવો સાથે લોકડાયરાના કલાકારો ભરતદાન ગઢવી તેમજ ભોળાભાઈ આહિરના લોકડાયરાનું ભવ્ય આયોજન થયું તેમજ દરેક સંતો-મહંતોના સન્માન સમારંભ યોજાયો. લાલાભાઈ બાઘાભાઈ વાઘ, જીકારભાઈ યાદવ ટ્રાન્સપોર્ટ, સરપંચ સનાભાઈ વાઘ, કાળુભાઈ તથા સાદુળભાઈ વાઘ સોમનાથ ટ્રાન્સપોર્ટ, જીકારભાઈ, નકાભાઈ વાઘ અને સોમભાઈ વાઘ તથા માયાભાઈ વાઘ અને માણસુર વાઘ તેમજ વિવિધ સંગઠનોના પ્રમુખોને સંતોએ આશિર્વચન આપતા કહ્યું કે, આ આપણી ભારતીય સંસ્કૃતિક કાયમ સાથે રહેવા સારૂના ધાર્મિક પ્રસંગોની જાળવણી કરશે.