પાંચ વર્ષમાં ત્રણ વખત એર સ્ટ્રાઈક કરાઈ છે : રાજનાથ

455

કેન્દ્રિય મંત્રી રાજનાથસિંહે આતંકવાદીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીને લઈને આજે તમામને ચોંકાવી દીધા હતા. કર્ણાટકના મેંગલોરમાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ભારતીય સેનાએ ત્રણ વખત સરહદ પાર જઈને એરસ્ટ્રાઈક કરી છે.

આ ગાળા દરમિયાન રાજનાથસિંહે કહ્યું હતું કે તેઓ બે વખતના હવાઈ હુલલાની માહિતી આપશે પરંતુ ત્રીજા અંગે માહિતી આપશે નહીં.

થોડાક દિવસ પહેલા જ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદઓની સામે હવાઈ હુલા કર્યા હતા. ત્યારબાદથી ત્રાસવાદીઓ હચમચી ઉઠેલા છે. જેના કારણે જ જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ સર્જવાના સતત પ્રયાસ થઈ રહ્યા છે. પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો અવિરત ભંગ થઈ રહ્યો છે.

કેન્દ્રિય મંત્રી રાજનાથસિંહ આજે પુલવામા ત્રાસવાદી હુમલા બાદ ભારતીય જવાનો દ્વારા કરવાાં આવેલી કાર્યવાહીને લઈને ભારતીય જવાનોની પ્રશંસા કરી હતી. રાજનાથસિંહે કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષના ગાળાાં અમે ત્રણ વખત એર સ્ટ્રાઈક કરી ચુક્યા છે. રાજનાથસિંહે કહ્યું હતું કે આતંકવાદને લઈને તમામને એક સાથે આવવાની જરૂર છે. ઉરીમાં આતંકવાદી હુમલા બાદ પ્રથમ વખત પાકિસ્તાનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી વખત પુલવામા હુમલા બાદ કાર્યવાહી કરાઈ હતી. રાજનાથસિંહે દાવા સાથે કહ્યું હતું કે ભારત પહેલાની જે હવે શાંતિથી બેસશે નહીં. આતંકવાદીઓને યોગ્ય જવાબ આપવામાં આવશે.

રાજનાથસિંહે એમ પણ કહ્યું હતું કે અમારા કેટલાક લોકો હજુ પણ પાકિસ્તાન અને આતંકવાદી લીડરોને પ્રોત્સાહન આપી રહ્યા છે. જેના ભાગરૂપે દુશ્મનોની સ્થિતિ મજબૂત થઈ રહી છે. તેમના આકાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. જોકે ભારત સરકાર ત્રાસવાદીને બોધપાઠ ભણાવવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.

Previous articleઅલ્પેશ ઠાકોરે ના છોડ્યો કોંગેસનો ‘હાથ’ સત્તા વગર ચાલશે પણ સન્માન વગર નહીં
Next articleઅનિલ અંબાણી મોદીના ખાસ ચોકીદાર છે : રાહુલ