શેરબજારમાં કુલ ૭ પરિબળોની અસર રહેશે : કારોબારી ઉત્સુક

508

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં સાત પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. ચૂંટણીને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ ગયા બાદ આગામી દિવસોમાં રાજકીય ગતિવિધિ વધારે તીવ્ર જોવા મળશે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા પણ સાવચેતીપૂર્વકનું વલણ અપનાવવામાં આવશે. સેંસેક્સ અને નિફ્ટી છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન તેજી સાથે બંધ રહ્યા હતા. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૬૦૮ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૧૭૨ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઇલની કિંમત હળવી બની રહી છે. ડોલર સામે રૂપિયો પણ મજબૂ થઇ રહ્યો છે. દલાલ સ્ટ્રીટમાં તેમની વ્યૂહરચનાને લઇને મૂડીરોકાણકારો ફરીવાર વિચારણા કરી ચુક્યા છે. જાણકાર લોકોના કહેવા મુજબ આગામી સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની વાપસીના સંકેત હવે દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બજારમાં તેની અસર રહી શકે છે. ચૂંટણી પહેલાના ઘટનાક્રમની અસર પણ રહી શકે છે. જાણકાર નિષ્ણાતોના કહેવા મુજબ વિદેશી મૂડીરોકાણકારો દ્વારા સ્થિર મૂડી પ્રવાહની અસર જોવા મળી રહી છે. તમામની નજર ફેબ્રુઆરી મહિનામાં ફુગાવાના આંકડા ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. સીપીઆઈ તરીકે જાણિતા રહેલા રિટેલ ફુગાવાના આંકડા મંગળવારના દિવસે જારી કરવામાં આવશે જ્યારે ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા ગુરુવારના દિવસે જારી કરાશે.તેની આગામી પોલીસી બેઠકમાં આરબીઆઈ દ્વારા રેટમાં કાપ મુકવાની તકો વધવાની શક્યતા દેખાઈ રહી છે. આઈઆઈટીના આંકડા પણ મંગળવારના દિવસે જારી કરવામાં આવનાર છે. જાન્યુઆરી મહિના માટેના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા મંગળવારે જારી થશે. એજ દિવસે જાન્યુઆરીના મેન્યુફેક્ચરિંગ આઉટપુટ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. ડિસેમ્બર મહિનામાં ભારતમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો ૨.૨ ટકા સુધી વધી ગયો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ધીમી પ્રગતિના કારણે અગાઉ ૧૭ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. બીજી બાજુ ક્રૂડ ઓઇલની કિંમત, રિફાઇનરીની પ્રોડક્ટ, ઇલેક્ટ્રીસીટી સહિતના મામલામાં ઘટાડો થયો છે. આ તમામ સાથે મળેલા આઠ કોર સેક્ટરમાં ગ્રોથ જાન્યુઆરી મહિનામાં ૧.૮ ટકા રહ્યો હતો. બેંક ઓફ જાપાનની મોનિટરી પોલિસીની બેઠક મળનાર છે જેમાં રેટમાં સુધારા કરવાની શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત વૈશ્વિક ઘટનાક્રમની અસર રહેશે જે પૈકી અમેરિકા અને ચીન તરફથી અનેક પ્રકારના ડેટા જારી કરવામાં આવનાર છે. બ્રિટિશના કાયદા નિષ્ણાતો દ્વારા મંગળવારના દિવસે વડાપ્રધાન થેરેસા મેના સુધારવામાં આવેલી બ્રેગઝીટ સોદાબાજી પર મત આપવામાં આવનાર છે.  એમ પણ માનવામાં આવે છે કે, થેરેસા મેને પછડાટ લાગશે. ક્રૂડ ઓઇલની કિંમતો શુક્રવારના દિવસે આશરે એક ટકા સુધી ઘટી ગઈ હતી. તેલ વપરાશની શક્યતાને લઇને દહેશત ઉભી થઇ છે. ઓપેક દ્વારા પુરવઠામાં કાપ મુકવામાં આવ્યો છે જેના લીધે અસર દેખાશે. સાઉદીના પેટ્રોલિયમ મંત્રી ખાલીદ અલ ખલીનું કહેવું છે કે, ચીન અને અમેરિકા આ વર્ષે વૈશ્વિક ડિમાન્ડને લઇને મજબૂતી પ્રદાન કરી શકે છે.

Previous articleFPI દ્વારા પાંચ સેશનમાં જ ૨૭૪૧ કરોડનું રોકાણ થયુ
Next articleટોચની ૧૦ કંપની પૈકીની ૮ કંપનીની મૂડીમાં વધારો થયો