ડભોડામાંથી લાપતા યુવકની કેનાલમાંથી લાશ મળી આવી

1012
gandhi29-12-2017-4.jpg

ગાંધીનગર પાસેના ડભોડામાં રહેતા યુવકની આજે બુધવારે કલોલના ગણપતપુરા પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. બે દિવસ પહેલા યુવકની ગુમ થયા અંગેની જાણવા જોગ ડભોડા પોલીસ મથકમાં આપવામાં આવી હતી. રાયપુર પાસેથી બાઇક મળી આવ્યુ હતુ. જ્યારે આજે તેનો મૃતદેહ મળી આવતા પરિવારજનો ઉપર આભ ફાટી પડ્‌યુ હતુ.
પરેશ ઉર્ફે વિજયજી અમરતજી ઠાકોર બે દિવસ પહેલા ડભોડામાંથી પોતાનુ બાઇક લઇને નિકળ્યો હતો. પરંતુ સાંજ થવા છતા ઘરે નહિં આવતા આખરે પરિવારે ડભોડા પોલીસ મથકમાં જણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. યુવક જે બાઇક લઇને નિકળ્યો હતો તે દહેગામ નરોડા હાઇવે પર આવેલા રાયપુર ગામ પાસેથી મળી આવ્યુ હતુ. શોધખોળ કરવા છતા યુવક મળી આવ્યો ન હતો. પરંતે આજે કલોલના ગણપતપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

Previous articleગાંધીનગરમાં આજથી બે દિવસ કોંગ્રેસની બેઠક : ધારાસભ્યો સામેલ થશે
Next article નરોડા-દહેગામ રોડ પર ટ્રક-જીપ વચ્ચે અકસ્માત :બેના મોત