પાડોસી દેશમાં જંગ લડવાની ક્ષમતા નથી, આતંકવાદને વધુ સાંખી નહીં લેવાય : મોદી

525

વડાપ્રધાન મોદી રવિવારે કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ના ૫૦મા સ્થાપના સમારંભ સામેલ થયા. તેઓએ કહ્યું કે પડોસી દેશની પાસે જંગ લડવા માટે ક્ષમતા નથી. તેથી જ તેઓ વારંવાર ઘૂસણખોરી કરાવે છે. ભારતમાં અલગ અલગ ષડયંત્રને પાર પાડે છે. પુલવામા અને ઉરી હુમલાનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું કે ઘણું થયું, આપણે અનંતકાળ સુધી પીડિત ન રહી શકીએ.મોદીએ સમારંભમાં પરેડની સલામી લીધી અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેઓએ કહ્યું કે, “૫૦ વર્ષ સુધી આ સંગઠનને આગળ વધારવામાં યોગદાન આપનારાં સૈનિકો આભારને પાત્ર છે. સ્વતંત્ર ભારતના સપનાંને સાકાર કરવામાંસીઆઈએસએફ એક મહત્વપૂર્ણ સંસ્થા છે. સીઆઈએસએફ એક એવું સંગઠન છે જે ૩૦ લાખ નાગરિકોની સુરક્ષામાં તહેનાત છે.

આ કામ કોઈ વીઆઈપીને સુરક્ષા આપવાથી પણ મોટું છે. આ ઉપલબ્ધિ એટલે મહત્વપૂર્ણ બને છે કે જ્યારે પડોશી દેશમાં યુદ્ધ લડવાની ક્ષમતા ન હોય.”

પીએમ મોદીએ સીઆઈએસએફનાં સલામી પરેડને સંબોધતા કહ્યું કે, સીઆઈએસએફની ભૂમિકા દેશની સુરક્ષા માટે ઘણી મહત્વની છે. જ્યારે દુશ્મન યુદ્ધ કરવાની સ્થિતીમાં ન હોય ત્યારે તે દેશની અંદર આતંકી પ્રવૃત્તિઓને વધારી દે છે. આ પ્રકારની પરિસ્થિતીઓમાં સુરક્ષાની જવાબદારી લેનાર સીઆઈએસએફની ભૂમિકાની મહત્વપૂર્ણ બની જાય છે. સ્વંતત્ર ભારતનાં સપનાઓને સાકાર કરવા માટે સીઆઈએસએફ મહત્વપૂર્ણ એકમ છે.

વડાપ્રધાને કહ્યું કે, “જો આજે આ કાર્યક્રમમાં હાજર ન રહ્યો હોત તો મેં ઘણું ગુમાવ્યું હોત. સુરક્ષામાં લાગેલા જવાનોને સહયોગ આપવો જોઈએ. વીઆઈપી કલ્ચર સુરક્ષામાં ક્યારેક ક્યારેક સંકટ ઊભું થઈ જાય છે. સુરક્ષામાં નાગરિકોએ પણ સહયોગ કરવો જરૂરી છે. એરપોર્ટ અને મેટ્રોમાં સુરક્ષા સીઆઈએસએફના સમર્પણથી જ સંભવ થઈ છે. મને પણ અનેક વખત મેટ્રોમાં સફર કરવાની તક મળી છે, મેં જોયું છે કે કલાકો સુધી મહેનત કરો છો.”

મોદીએ કહ્યું કે, “આપણાં સુરક્ષાકર્મીનો પરિવાર પણ અન્ય લોકોની જેમ જ હોય છે. તેમના પણ સપનાંઓ હોય છે, આકાંક્ષાઓ હોય છે. પરંતુ દેશની રક્ષાનો ભાવ જ્યારે મનમાં આવે છે તો દરેક મુશ્કેલી પર જીત મેળવી લે છે. આપદાઓની સ્થિતિમાં તમારું યોગદાન હંમેશા માટે સરાહનીય છે. કેરળમાં આવેલા ભીષણ પૂરમાં સીઆઈએસએફએ રાહત અને બચાવના કામમાં દિવસ રાત એક કરીને હજારો લોકોના જીવન બચાવવામાં મદદ કરી હતી.”

સીઆઈએસએફની સ્થાપના ૧૦ માર્ચ, ૧૯૬૯ના રોજ થઈ હતી. શરૂઆતમાં સીઆઈએસએફમાં ૩,૧૨૯ જવાનો હતા. તેની સ્થાપના સંવેદનશીલ એકમોને સુરક્ષા આપવા માટે કરવામા આવી હતી.વર્તમાન સમયમાંસીઆઈએસએફ દિલ્હી મેટ્રો અને આઈજીઆઈ સહિત દેશભરનાં મુખ્ય ૫૯ એરપોર્ટની સુરક્ષાની સાથો સાથ મુખ્ય સરકારી ઈમારતો, પરમાણુ સંસ્થા, ઐતિહાસિક ઈમારતો અને અંતરિક્ષ કેન્દ્રની સુરક્ષા માટે તહેનાત છે. હાલમાં સીઆઈએસએફમાં આશરે ૧.૫૦ લાખ જવાનો તથા અધિકારીઓ છે. મહત્વનું છે કે કંધાર પ્લેન હાઈજેક બાદ ઝ્રૈંજીહ્લને દેશનાં તમામ એરપોર્ટની દેખરેખ અને સુરક્ષાની જવાબદારી સોંપવામા આવી હતી.

Previous articleગુજરાતમાં ૨૬ સીટ પર ૨૩મી  એપ્રિલે મતદાન
Next articleઑડિસા સરકાર લોકસભા ચૂંટણીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપશે