મહુવા શાળા નં. ૬માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થયેલી ઉજવણી

665

મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ત્રિવેણીબેન વૃજલાલ પારેખ પ્રા.શાળા નં.૬માં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને અનોખી રીતે ઉજવવામાં આવેલ. મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમસિંહ વાળા, કલસ્ટરના કો. ઓર્ડિનેટર રમેશભાઈ સેંતા, મહુવા બ્લોકના ગણિત-વિજ્ઞાનના બ્લોક રિસોર્સ પર્સન નિલેશભાઈ ભાલરિયા, શાળાના આચાર્ય વિજયભાઈ વાઘેલા તથા હિંમતભાઈ વાયકે વૈજ્ઞાનિક રીતે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવેલ. મહુવા નગર સેવા સદનના કાર્યકારી પ્રમુખ જીતેનભાઈ પંડ્યા તથા મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમસિંહ વાળાએ વૈજ્ઞાનિક ઢબે વિજ્ઞાનના પ્રયોગોના પ્રદર્શનને વિધિવત ખુલ્લુ મૂકેલ. શાળાના ધો.૫ થી ૮ના ૧૫૦ વિદ્યાર્થીઓએ પ્રારંભમાં પુલવામા હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને ૧૫૦ કેન્ડલ વડે શ્રધ્ધાંજલી આપેલ. શાળાના ૧૫૦ વિદ્યાર્થીઓએ શાળાના વિજ્ઞાન-ગણિત શિક્ષક રશ્મિતાબેન ચાવડા અને હરેશભાઈ વળિયાના માર્ગદર્શન નીચે ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન, અંધશ્રધ્ધા સહિતના ૧૫૦ વિશિષ્ટ પ્રયોગોને રજૂ કરેલ. મહુવાની વિવિધ શાળાઓના ૧૦૧૯ વિદ્યાર્થીઓએ તથા રસ ધરાવતા વિજ્ઞાન પ્રેમીઓએ, શિક્ષકોએ તથા વાલીઓએ પ્રદર્શનને નિહાળેલ.

Previous articleદામનગર શહેરમા NID રાઉન્ડ  પોલિયો નાબૂદી દિવસની ઉજવણી
Next articleમહુવા શાળા ખાતે આં.રા. મહિલા દિનની કરાયેલી ઉજવણી