વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫મી માર્ચે વસ્ત્રાલ મેટ્રો રેલવેના સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેસીને એપરલ પાર્ક સુધી જઇને અમદાવાદમાં મેટ્રોની શરૂવાત કરી હતી. ત્યારબાદ નાગરિકો બીજા દિવસથી ૬ કિલોમીટરના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી માણવાની શરૂ કરી હતી. હાલ તો મેટ્રોની મુસાફરી કરવી એકદમ મફત છે. રવિવાર સુધીના પાંચ દિવસમાં કુલ ૫૩,૧૩૧ મુસાફરોએ મેટ્રો ટ્રેનની મફત મુસાફરીનો આનંદ માણ્યો હતો.