વેરાવળનાં સુપાસી ખાતે પાણી-પૂરવઠા રાજ્યમંત્રી જશાભાઇ બારડ અને સાંસદ રાજેશભાઇ ચુડાસમાનાં હસ્તે રબારી સમાજનાં લોકોને અનુ.જન જાતિનાં પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. રબારી સમાજનાં પ્રમાણપત્રો વિતરણ સમારોહમાં મહાનુભાવોનાં હસ્તે વારસાગત પ્રમાણપત્રો અશોકભાઇ કરમટા, સોનલબેન ચોપડા, નિતેષભાઇ કટારીયાને અર્પણ કરાયા હતા.
આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે પારદર્શક વહિવટને અનુલક્ષીને ૧૯૯૪ થી ૧૮-૧-૨૦૧૭ સુધીની રબારી સમાજની માંગણીનું સરકારે સફળ નિરાકરણ કર્યું છે. અનુ.જન જાતિનાં પ્રમાણપત્રો આવનારા દિવસોમાં રબારી સમાજ માટે ખુબ ઉપયોગી નિવડશે. આ પ્રમાણપત્રો ભવિષ્યમાં સમાજનાં દિકરા દિકરીઓને ભણતરમાં ખુબ જ ઉપયોગી નિવડશે.
સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ કહ્યું હતું કે, આજે સરકાર આપણાં આંગણે આવી આપણને અનુ.જન જાતિનાં પ્રમાણપત્રો અનાયત કર્યા છે. “સૈાનો સાથ – સૈાનો વિકાસ” ને ગુજરાત સરકારે ખરા અર્થમાં સાર્થક કર્યું છે. જિલ્લા પંચાયતનાં સદસ્ય રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, વર્ષો જુનો અનુ.જન જાતિ પ્રમાણપત્રનો પ્રશ્ન આજે સરકારે ખુબ જ સરળતાથી ઉકેલ્યો છે. એટલું જ નહિં પરંતુ આ પ્રમાણપત્રો આપવા માટે સરકાર ખુદ આપણાં આંગણે આવી છે. આ તકે અધિક કલેકટર પરિમલ પંડ્યા, પ્રાંત અધિકારી એસ.જી.વ્યાસ, અગ્રણી પ્રવિણભાઇ રૂપારેલીયા, સરમણભાઇ સોલંકી, સંજયભાઇ ડોડીયા, રામભાઇ કરમટા, રાજુભાઇ ચોપડા, મામલતદાર દેવકુમાર આંબલીયા, તાલુકા વિકાસ અધિકારી ખુટી, સિડોકરનાં ભુવાઆતા રાજા, ચોરવાડનાં ભુવાઆતા જીતુઆતા અને મોટી સંખ્યામાં રબારી સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.