અલંગ-સોસીયા શીપયાર્ડ ખાતે પ્લોટ નં.૧૧૧માં લાગેલી જહાજમાં બપોરના સમયે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અલંગ, તળાજા અને ભાવનગર ફાયર ફાયટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.પ્રાપ્ત વિગત મુજબ, સોસીયા શીપયાર્ડમાં આવેલ રમેશભાઈ મેંદપરાના પ્લોટ નં.૧૧૧માં લાગેલા જહાજમાં એન્જીન રૂમમાં બપોરના સમયે અચાનક આગનો બનાવ બનવા પામ્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અલંગ, ભાવનગર અને તળાજા ફાયર ફાયટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો શરૂ કરી દીધો હતો. મોડીરાત સુધી આગ કાબુ બહાર રહી હતી. આગમાં એન્જીનરૂમની મશીનરી સહિતનો માલસામાન બળી ગયાનું જાણવા મળ્યું હતું. બનાવમાં લાખો રૂપિયાની નુકશાનની આશંકા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.