તળાજા તાલુકાના ટાઢાવડ ગામ ખાતેથી દ્વારકાધામ સુધીની પૈદલયાત્રાનું પ્રસ્થાન

1764

તળાજા તાલુકાના ટાઢાવડ ગામેથી આજે સતત વીશમાં વર્ષે દ્વારકાધીશના દર્શનાર્થે એકસો ઉપરાંત ભાવિકો દ્વારા પગપાળા યાત્રાનો પ્રારંભ થયો હતો. ટાઢાવડ- કુંઢેલીથી આજરોજ સવારના દસ કલાકે ગ્રામજનો દ્વારા દ્વારકા સુધીની પૈદ્યલયાત્રાના યાત્રીકોને શુભેચ્છા સાથે વિદાય આપી પ્રસ્થાન કરાવ્યું હતું.  સળંગ ર૦માં વર્ષે આ યાત્રામાં ટાઢાવડ ગામના વજાભાઈ રામસંગભાઈ ચારડિયા (ભગત)ની આગેવાની તળે આજુબાજુના દાંત્રડ, કુંઢડા, તળાજા, હાજીપર, લવરડા, ભાંખલ, નેસવડ, દિહોર, સરતાનપર, મઢડા, ઢુંઢસર, પીપરલા, પાંડેરિયા, નવાગામ, ગોપનાથ વગેરે ગામોના એકસો પદયાત્રીઓ જોડાયા છે. જેઓ પગપાળા યાત્રા તેર દિવસમાં પુૃણ કરી જગતમંદિર દ્વારકા ખાતે દ્વારકાધિશના દૃશન કરશે. આ પદયાત્રીઓ તિર્થયાત્રાના માર્ગમાં આવતા ધામ બગદાણા, તુલસીશ્યામ, દ્રોણેશ્વર મહાદેવ, પ્રાચી, ગોરખમઢી, સોમનાથ, પોરબંદર, મુળ દ્વારકા, હર્ષદ જેવા સ્થાનોમાં રોકાણ કરી ભજન સત્સંગ કરશે..!!

Previous articleનોંધણવદર ગામે રામકથાનો પ્રારંભ : ભવ્ય પોથીયાત્રા નિકળી
Next articleબોટાદના રાજીવનગર ખાતેથી જુગાર રમતા પાંચ ઝડપાયા