ધંધુકા પાસે કાર અને આઇશર ટ્રક વચ્ચે અકસ્માત એકનું મોત

926

ધંધુકા પાસે આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું આ બનાવની જાણ ઈમરજન્સી ૧૦૮ તેમજ ધંધુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગે મળતી વિગત અનુસાર ધંધુકા-બરવાળા હાઇવે ઉપર ધંધુકા ખેતીવાડી ફાર્મ પાસે તા,૧૦ના રોજ રાત્રીના ૮.૦૦ વાગ્યાના સુમારે એસન્ટ કારનં.જી.જે.૦૧. કે.ડી.૨૪૩૮ અને આઈશર ટ્રક નં. જી.જે.૦૪.વી.૬૦૨૪ વચ્ચે સામસામે ધડાકાભેર અથડાતા કારનો કુંડદો બોલી ગયો હતો અને કારમાં સવાર હેમાંગભાઈ હર્ષદભાઈ લશ્કરી ઉ.વ.૩૪, રહે.મેમનગર, અમદાવાદને ગંભીર લોહિયાળ ઇજાઓ પહોચી સ્ટીયરીંગમાં ફસાઈ જતા ઘટના સ્થળે કમકમાટીભર્યું કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ ઇમરજન્સી ૧૦૮ ને થતા ઈ.એમ.ટી. હર્ષદભાઈ મુલાણી, પાયલોટ વનરાજસિંહ વાળા તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી  મૃતકને કારના દરવાજા તોડી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે હર્ષદરાય રામદાસભાઇ લશ્કરી દ્વારા ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇશર ટ્રકના ફરાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવના મૃતકનું પી.એમ.રેફરલ હોસ્પિટલ ધંધુકા ખાતે કરાવવામાં આવ્યું હતું.

હેમાંગભાઈ લશ્કરી અમદાવાદથી પોતાના કામ અર્થે વડોદરા ગયા હતા જ્યાં પોતાનું કામ પૂર્ણ થઇ જતા વડોદરાથી સાળંગપુર ખાતે દર્શન કરવા ગયેલા હતા દર્શન કરી અમદાવાદ તરફ પરત ફરતા ધંધુકા પાસે માતેલા સાંઢની માફક ઘસી આવેલા આઇશર સાથે અકસ્માત સર્જાતા કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

Previous articleઅખિલ ભારતીય સિમેન્ટ મઝદુર સંઘના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી
Next articleજાફરાબાદ મફત પ્લોટના બંધ મકાનમાં થયેલી ચોરીમાં આરોપી ભાભી નિકળી!