મોટાને બદલે નાનો ભાઇ આપી રહ્યો હતો ધો.૧૦ની પરીક્ષા, ફરિયાદ

632

હાલ રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલુ થઇ ગઇ છે. ધોરણ ૧૨ અને ધોરણ ૧૦ પરીક્ષાઓને લઇને રાજ્યભરમાં વિદ્યાર્થીઓ માં ઉત્સાહની લાગણી પ્રવર્તિ રહી છે, તો શિક્ષણ બોર્ડ દ્વારા પણ તમામ તૈયારીઓ અને ગેરરીતિ અટકાવવા સજ્જ છે. એવામાં મંગળવારે એક જ દિવસમાં બે જિલ્લામાંથી બે ડમી વિદ્યાર્થી ઝડપાતા ચર્ચા જાગી છે. જેમાં કચ્છના અંજારમાંથી એક અને દ્વારકરામાંથી એક ડમી વિદ્યાર્થી પકડાયો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે અંજારના રતનાલ ગામે સરકારી હાઇસ્કૂલ માંથી એક ડમી વિદ્યાર્થી ચેકિંગ દરમિયાન ઝડપાયો હતો. વિદ્યાર્થી ધોરણ ૧૦ની પરીક્ષા આપી રહ્યો હતો. પરીક્ષા કેન્દ્રમાં જ્યારે તે પેપર લખી રહ્યો હતો ત્યારે ચેકિંગ દરમિયાન સમગ્ર હકીકત સામે આવી હતી. અને સામે આવ્યું કે મોટાભાઇને બદલે નાનો ભાઇ પરીક્ષા આપી રહ્યો હતો. હકીકત સામે આવ્યા બાદ ચેકિંગ સ્કવોડના અધિકારીઓ દ્વારા અંજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ હતી. તપાસમાં સામે આવ્યું કે આ ભાઇ અગાઉ પણ આવી અનેક પરીક્ષા આપી ચૂક્યો હતો. તો બીજી બાજુ ડમી વિદ્યાર્થી ઝડપાતા જિલ્લામાં ચર્ચા જાગી હતી.

Previous articleડિપ્રેશનમાં આવી ધોરણ-૧૦ના વિદ્યાર્થીએ આપઘાત કરતા ખળભળાટ
Next articleકચ્છમાંથી હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલ વિશાળ કબ્રસ્તાન મળી આવ્યું