અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસની જન સંકલ્પ રેલીમાં પ્રિયંકા ગાંધીએ પ્રવચન આપ્યું હતું. પ્રિયંકાના મંચ પર આવતા જ ઇંદિરા ગાંધી જીંદાબાદના નારા લાગ્યા હતા. પ્રિયંકાએ કહ્યું, મારી બહેનો અને મારા ભાઈઓ હું તમારા સ્વાગત માટે તૈયાર છું. મેં વિચાર્યું હતું કે મારે ભાષણ નથી આપવું. હું પ્રથમ વખત હું ગુજરાતી આવી છું, પ્રથમ વખત સાબરમીત આશ્રમ ગઈ છું જ્યાંથી મહાત્મા ગાંધીએ આઝાદીની લડાઈ લડી હતી. સાબરમતી આશ્રમ પર એવું લાગ્યું કે આંસુઓ આવશે, મેં એ દેશભક્તો વિશે વિચાર્યુ જેમણે દેશ માટે ત્યાગ કર્યો, જેમના બલિદાનો પર દેશનો પાયો નંખાયો છે. આ દેશ પ્રેમ સદભાવના અને પરસ્પર પ્રેમના આધારે બન્યો છે. આજે દેશમાં જે કઈ થઈ રહ્યું છે, તે જોઈને દુખ થાય છે. તમે જાગૃત થાવ તેનાથી મોટી કોઈ દેશભક્તિ નથી. તમારી જાગૃતતા હથિયાર છે, તમારો વોટ હથિયાર છે. આ એવું હથિયાર છે, જે તમને સશક્ત બનાવશે. તમારે ખૂબ ઉંડાણ પૂર્વક વિચારવું પડશે. તમે તમારું ભવિષ્ય ઘડવા જઈ રહ્યાં છો. તમારા માટે સૌથી અગત્યનું છે, તમે આગળ કેમ વધશો. યુવાનોને રોજગાર કેવી રીતે મળશે, મહિલાઓનો વિકાસ કેમ થશે, ખેડૂતોનો વિકાસ કેમ થશે? હું આગ્રહ કરવા માંગુ છું. સમજી વિચારી નિર્ણલ લો.
પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું, “જે મોટી મોટી વાતો કરે છે, તેમને પૂછો કે ૨ કરોડ રોજગાર ક્યાં છે, જે ૧૫ લાખ ખાતાઓમાં આવવાના હતા તે ક્યાં ગયા? મહિલાઓની સુરક્ષા શું થયું? આગામી ૨ મહિનામાં અનેક મુદ્દાઓ ઉછાળવામાં આવશે.
તમારી દેશભક્તિ આમા જ પ્રગટશે. જ્યાંથી દેશની આઝાદીની લડાઈ શરૂ થઈ હતી.
જ્યાંથી ગાંધીજીએ પ્રેમ, અહિંસાની લડાઈ શરૂ થઈ હતી. જે નિયતની વાત કરે છે તેને સમજાવો દેશની નિયત શં છે, આ દેશની ફિદરત છે કે કણકણમાંથી સત્ય નીકળશે, નફરતની હવાને પ્રેમ અને કરૂણામાં બદલશે. આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેજો, આગામી દિવસોમાં યોગ્ય સવાલ કરજો, આ દેશ તમારો છે. મારા ખેડૂતો ભાઈઓ, મારી બહેનોએ બનાવ્યો છે, મારા ભાઈઓનો છે. આ દેશનું રક્ષણ ફક્ત તમે કરી શકો છો.
આપણી સંસ્થા પર હુમલાઓ થઈ રહ્યાં છે. જ્યાં જુઓ ત્યાં નફરત ફેલાવાઈ રહી છે. હું સૌને ખૂબ ખૂબ ધન્યાવાદ આપવા માંગુ છું.