ટેસ્ટ ક્રિકેટમાં પણ નો બોલ પર ફ્રી હિટ મળશે

581

ક્રિકેટનો મિજાજ દુનિયાભરમાં ઝડપથી બદલાઈ રહ્યો છે. મેચને રસપ્રદ બનાવવા માટે લગભગ દર વર્ષે ક્રિકેટના નિયમમાં કોઈને કોઈ ફેરફાર કરવામાં આવે છે. હવે ટેસ્ટ ક્રિકેટને રોમાંચક બનાવવાની તૈયારી ચાલી રહી છે. તે હેઠળ જ મેલબોર્ન ક્રિકેટ ક્લબ વર્લ્ડ કમિટીએ ટેસ્ટ ક્રિકેટમાં નો બોલ પર ફ્રી હિટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.નો બોલ પર ફ્રી હિટનો ઉપયોગ પહેલા જ વનડે અને ટી-૨૦માં થઈ રહ્યો છે. તે મુજબ નો બોલ બાદ બીજા બોલ પર બેટ્‌સમેનને ફ્રી હિટ મળે છે, એટલે જો ચે આઉટ થઈ જાય તોદ તે માન્ય નથી હોતું. જેથી ફ્રી હિટ પર બેટ્‌સમેન મોટો શોટ રમવાનો પ્રયાસ કરે છે જે હંમેશા મેચમાં રોમાંચ લાવે છે. એટલે કે નો બોલ પર કોઈ પણ ટીમને એક વારમાં બે ફાયદા મળે છે. પહેલું પેનલ્ટી તરીકે એક રન અને પછી બેટ્‌સમેનને ફ્રી હિટ.ટેસ્ટ ક્રિકેટમાં હાલ ફ્રી હિટનો કોઈ કોન્સેપ્ટ નથી. કેટલાક દેશોમાં ટેસ્ટ ક્રિકેટની ઘટતી લોકપ્રિયતાને કારણે લાંબા સમયથી ફેરફારની માંગ ચાલી રહી હતી. એવામાં નો બોલ પર ફ્રી હિટ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. થોડા દિવસો અગાઉ બેંગલુરુમાં એમસીસીની બેઠકમાં તેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

એમસીસીનું કહેવું છે ક્રિકેટન માટે નવા નિયમ બનાવવા અને તેનું નિયંત્રણ કરવું. પરંતુ નવા નિયમો લાગુ કરતાં પહેલા આ પ્રસ્તાવોને આઈસીસીની પાસે મોકલવામાં આવે છે. આઈસીસી ક્રિકેટ રમનારા દેશોથી સહમતિ લે છે.

Previous articleKGFની સફળતા બાદ, KGFના બીજા અધ્યાયનો શુભારંભ
Next articleવર્લ્ડ કપમાં ધોનીની જગ્યાએ વિજય શંકરને રમાડોઃમાંજરેકર