પુલવામા હુમલાના મુખ્ય આરોપી જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાને લઇને ભારત સિવાય અમેરિકા, ફ્રાન્સ અને યુકેએ યુએનમાં પ્રસ્તાવ રાખ્યો છે. પરંતુ આ બેઠક પહેલાં બુધવારે ચીને પી-૩ પ્રસ્તવા વિરૂદ્ધ જવાના સંકેત આપ્યા છે. ચીને કહ્યું કે, આ મુદ્દાનો ઉકેલ એ જ છે, જે તમામ પક્ષોને સ્વીકાર્ય હોય. ગુરૂવારે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા પર નિર્ણય થવાનો છે. ચીન પણ યુએનમાં વિટો પાવર સભ્ય છે, તે ભારતના પ્રસ્તાવ પર અવરોધો ઉભા કરવાની તાકાત ધરાવે છે. ભારતે ૨૦૦૯માં પહેલીવાર યુએનમાં મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ ચીને તે સમયે પણ વિટોનો ઉપયોગ કરીને અવરોધો ઉભા કર્યા હતા. અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની વાત પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કંગે કહ્યું, હું ફરીથી કહી રહ્યો છું કે, ચીન હંમેશા પોતાના વલણને જવાબદારી પૂર્વક નિભાવતું રહેશે અને યુએનએસસી ૧૨૬૭ સમિતિની બેઠકમાં ભાગ લેશે.
અમે તમામ પક્ષોની સાથે આ મામલાને લઇને સંપર્કમાં છે અને આ મામલે પરસ્પરની નીતિથી ઉકેલ લાવશે.
અમેરિકાએ કહ્યું કે, જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પુરતા પુરાવાઓ છે. જો તેને ગ્લોબલ આતંકી જાહેર નહીં કર્યો તો તે સ્થિરતા અને શાંતિ માટે જોખમ ગણાશે. અમેરિકાએ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના સંબંધે યુએનમાં મહત્વનો નિર્ણય લેવાના પહેલાં નિવેદન આપ્યું.
અમેરિકાના અધિકારીઓએ કહ્યું કે, ભારત-અમેરિકા સાથે કામ કરી રહ્યા છે, જૈશ એ મહોમ્મદના આતંરરાષ્ટ્રીય આતંકી સંગઠનો છે અને મસૂદ તેનો ચીફ છે. મસૂદ ભારતીય ઉપમહાદ્વિપમાં શાંતિ માટે જોખમ છે.