બાળસાહિત્ય ગ્રુપ આયોજિત ઓલ ગુજરાત ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધામાં ઘનશ્યામનગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની મિતલ જીવણભાઈ મકવાણા એ બીજો નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. શાળાના સંગીત શિક્ષિકા શ્રી નીલાબેન શાહ અને શૈલેષભાઈ ઈટાળિયાએ માર્ગદર્શન પૂરું પાડેલ. કે.કે. અંધઉદ્યોગ શાળાના સી.ઈ.ઓ.લાભુભાઈ સોનાણી તથા ઘનશ્યામનગર પ્રા. શાળા પરિવારે અભિનંદન પાઠવેલ. આ ઉપરાંત તેણે પ્રજાસત્તાક દિન નિમિતતે વિવિધ રાષ્ટ્રીય પ્રતિકો વિશે પાંચ ભાષામાં પોતાનું વકતવ્ય આપ્યું હતું.