ગારિયાધાર ગામે રહેતા કનુભાઈ કાળુભાઈ ધોળકિયાના ભાઈની દીકરી ચકુના થોડાક વર્ષો પહેલા કૃતાણા (તા. લીલીયા) ગામે રામકુ બાળુ નામના યુવક સાથે લગ્ન થયેલ હતાં. ત્યાર બાદ રામકુની પત્નીએ દિકરાનો જન્મ આપેલ હતો અને ત્યાર બાદ પરણીતાના વહેમ ગયેલ કે આ સંતાન પોતાના પતીનું નહીં પરંતુ અન્ય વ્યક્તિનું હોય તેમ માની અંદાજીત ત્રણ માસના આ બાળકને પોતાના નિયરમાં છોડીને જતી રહેલ જયારે સમગ્ર મામલાની પોલીસને જાણ થતા પોલીસ દ્વારા મામલાની હક્કિત જાણી બાળકના માતા-પિતાને શોધવા પ્રયાસો હાથ ધરાયા હતા અને ત્રણેક દિવસની મહેનત બાદ બાળકના માતા-પિતાનો પત્તો મળેલ અને પોલીસની હાજરીમાં બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવેલ.
સમાજમાં હાલના દિવસોમાં અંધશ્રધ્ધા તથા વહેમ નામનું દુષણ વકરી રહેલ છે. નાગરિકો પોતે જાગૃત નહીં થાય તો પોતે જ ભોગ બનાવાનો વારો આવશે તે ચોકકસ છે જયારે આ કિસ્સામાં આ બાળકને માતા-પિતા સાથે મિલન કરાવવા હેતુ પોલીસ દ્વારા તો પોતાની ફરજ નિભાવવામાં આવી પરંતુ સામાજીક આગેવાનો દ્વારા પણ પ્રશ્ન હલ થાય તેવા પ્રયાસો તથા ત્રણ દિવસ બાળકની સંભાળ રાખવાનું ઉમદા કાર્ય કરેલ. જેમાં સામાજીક કાર્યકર ઘનશ્યામ વઘેલા તથા ગારિયાધારના બન્ને પીએસઆઈ સહિત સ્ટાફે બાળકનું પરિવાર સાથે મિલન કરાવી ફરજ અદા કરેલ.