બીબીએ કોલેજ દ્વારા ઇન્ટર્નશીપ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

837

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીપી.કૉલેજ ઓફ બિઝનેસ ઍડમિનીસ્ટ્રેશન બીબીઍનાં વિદ્યાર્થીઓ માટે ફાઈનલ ઇન્ટર્નશીપ તેમજ ગુણપત્રક ના વિતરણ બાબતે કાર્યક્રમ આયોજિત થયો હતો. જેમાં કોલેજ ના આચાર્ય ડો. રમાકાંત પૃષ્ટિ તેમજ ડો. જયેશ તન્ના સહીત તમામ અધ્યાપક ગણ ઉપસ્થિત રહ્યા હતા. આજ ના કાર્યક્રમ માં ડો. રમાકાંત પૃષ્ટિ દ્વારા વિદ્યાર્થીઓ ને પ્રેરક ઉદબોધન કરવા માં આવ્યું હતું.

તેઓ એ જણાવ્યું કે ઇન્ટર્નશીપ ને વિદ્યાર્થીઓ બોજ ન સમજે પણ એક અમુલ્ય તક સમજે જે તેમણે શીખેલ જ્ઞાન ને પ્રયોગીકતા ની એરણે ચડાવવા ની સુવર્ણ તક છે. આથી હંમેશા ઉત્સાહિત રહી આવા કાર્યક્રમ ને ગંભીરતા થી લઇ શીખવા નો પ્રયત્ન કરો સાથે સાથે ઔધોગિક મુલાકાત તેમજ તેના તેના રીપોર્ટ, તેની સમગ્ર પ્રોસેસ જો વિદ્યાર્થીઓ સમજે તો તેમાંથી ઘણું મેળવી શકે. કોલેજ માં ચાલતી વિવિધ પ્રવૃતિઓ જેમાં સંસ્કૃતિક- શૈક્ષણિક સહીત ની અનેક પ્રવૃતિઓ જેમાં વિદ્યાર્થીઓ ને વિવિધ કમિટી થી લઇ સમગ્ર મેનેજમેન્ટ તેમજ સ્પર્ધાઓ માં ભાગ લઇ તે માં અનેક ક્ષેત્ર નું પ્રેક્ટીકલ જ્ઞાન મળે છે. જેમાં વધુ ને વધુ જોડાઈ શીખવા જણાવ્યું હતું. કોલેજ તરફ થી સ્વવિકાસ લક્ષી બાબતે મહત્તમ મેળવવા નું લક્ષ્ય રાખો. તેમજ કંપની તરફ થી મળતું સ્ટાઇફેંડ પણ સીધા વિદ્યાર્થીના બેંક ખાતા માં જમા થાય તેવી વ્યવસ્થા ગોઠવવા માં આવી છે. જેથી પારદર્શિતા પણ જળવાઈ રહે. કોલેજ વિદ્યાર્થી અને કોલેજ વચ્ચે નું એવું માધ્યમ બની રહે જે વિદ્યાર્થી ના હિત સાચવે અને તેમને મહત્તમ લાભ મળી રહે તેવી રજૂઆત તેમના વતી કરે.

સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ ને સારા વિકલ્પ મળી રહે તે માટે સતત વિવિધ કંપની ઓ ના સંપર્ક માં રહી વિદ્યાર્થીઓ ની નિમણુક સારી જગ્યા પર થાય તે માટે પ્રયત્નશીલ રહે છે

ડો.જયેશ તન્ના દ્વારા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ના સ્ટાઇફેંડ માં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. કોલેજ માટે ગૌરવ ની બાબત છે. તેમજ જ્યાં વિદ્યાર્થીઓ ની ઇન્ટર્નશીપ થઇ છે. તેજ કંપનીઓ એ સારા પેકેજ સાથે વિદ્યાર્થીઓ ને ફાઈનલ પ્લેસમેન્ટ માટે ઓફર કરે છે. જેથી વિદ્યાર્થી ને શૈક્ષણિક વર્ષ દરમ્યાન મેળવેલ તાલીમ અને ત્યાજ નોકરી કરવા ની સુવર્ણ તક પ્રાપ્ત થશે. સાથે સાથે વિદ્યાર્થીઓને ઇંટરવ્યૂ માટે સુસજ્જ કરવા યોગ્ય તાલીમ આપવા માં આવે છે.જેથી વિદ્યાર્થીઓ યોગ્ય રીતે ઇંટરવ્યૂ આપી શકે.

Previous articleચેમ્પિયન્સ લીગઃ લિવરપૂલ ક્વાર્ટરમાં પહોંચ્યું, બાયર્ન મ્યૂનિખને ૩-૧થી હરાવ્યું
Next articleભારતમાં સૌપ્રથમ વખત ગુજરાતમાં દરિયાઈ જીવસૃષ્ટિ અંગે આંતરરાષ્ટ્રીય પરિષદ