રાજુલાના પુર્વ ધારાસભ્ય એવા ભાજપના હિરાભાઈ સોલંકીને ભાવનગર લોકસભા બેઠક પરથી ભાજપ દ્વારા ટીકીટ આપવાની ચર્ચાઓ સાથે સોશ્યલ મીડીયામાં મેસેજો વારયલ થઈ રહ્યા છે. ત્યારે રાજુલા જારફાબાદના સરપંચ એસો. સહિતે હિરાભાઈ તે ભાવનગર નહીં અમરેલીમાંથી લોકસભા ટીકીટ આપવા માંગણી કરી છે.
ત્રણ ત્રણ દિવસથી સોશિયલ મીડીયામાં ફોટા સહિત પ્રગટ થતા અહેવાલો કે હિરાભાઈ સોલંકીને ભાજપ પાર્ટી આ વખતે ભાવનગરની સીટ પરથી લોકસભામાં લડાવશે ત્યારે રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાની જનતા અકળાઈ જવા પામી છે. જે રાજુલા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા અને જાફરાબાદ સરપંચ અસોસિએશન પ્રમુખ મહીપતભાઈ વરૂના નિવેદન તેમજ સ્થાનિક સરપંચ ચંદુભાઈ મીતીયાળ, વિજાણંદ ભાઈ વાઘેલા, છગનભાઈ મકવાણા ચિત્રાસર, રામાભાઈ મકવાણા લોઠપુર પુનાભાઈ ભીલ જિલ્લા પંચાયત મયલુભાઈ ખુમાણ હેમાળ સરપંચ, વિરોધ પક્ષના નેતા મનુભાઈ વાંજા, સરપંચ એસોસિએશન પ્રમુખ મહિપતભાઈ વરૂ તેમજ રાજુલા તાલુકાના તાલુકા પ્રમુખ જીલુભાઈ બારૈયા, માજી તાલુકા પ્રમુખ વલકુભાઈ બોસ, ભોળાભાઈ લાડુમોર ભાજપ તાલુકાના પ્રમુખ, જીગ્નેશ પટેલ માર્કેટયાર્ડ પ્રમુખ મહેન્દ્રભાઈ ધાખડા, ભાજપ મહામંત્રી સાગરભાઈ સરવૈયા, કનુભાઈ ધાખડા તાલુકા ભાજપ મંત્રી સહિત ભાજપ આગેવાનોએ આ વખતે રાષ્ટ્ર હિતનો સવાલ છે અને તે રાષ્ટ્ર હિત માટે નરેન્દ્રભાઈ મોદી જ યોગ્ય છે જે આતંકવાદીને સંપુર્ણ પણે સફાયો કરશે આથી હિરાભાઈ સોલંકીને ભાવનગરથી નહીં પરંતુ અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવવા ઉગ્ર માંગ કરાઈ છે.