શહેરના જવાહર મેદાને અડીને આવેલ રેલ્વે આરક્ષીત જગ્યામાં ગેરકાયદે દબાણ કરેલ ઝુપડપટ્ટીને તંત્ર દ્વારા હટાવી જગ્યા ખુલ્લી કરી હતી.
રેઢા પડ અને છાશવારે દબાણ માટે પ્રખ્યાત બનેલ જવાહર મેદાન સમીપ પશ્ચિમ રેલ્વેની માલિકીની વિશાળ જગ્યા આવેલી છે. આ જમીન પર અવાર-નવાર બિલાડીના ટોપની માફક દબાણો ફુટીન કિળે છે. વર્ષમાં રેલ્વે દ્વારા ત્રણથી વધુ વાર દબાણો દુર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવે છે. પરંતુ થોડો સમય થઈ જવા પામે છે. એ જ રીતે થોડા સમયથી આસામીઓએ ઝુપડપટ્ટી, ખાણી, પીણીની લારીઓ, ગેરેજ સહિતનું દબાણ કરતા રેલ્વે દ્વારા આજરોજ જેસીબી મશીન સાથે વિશાળ કાફલો દબાણ સ્થળે પહોંચ્યો હતો અને તમામ ગેરકાયદે ખડકાયેલ દબાણો દુર કર્યા હતાં. અવાર-નવાર આ થીયરી રીપીટ થવા છતા તંત્ર સમગ્ર જગ્યા કાયમી ધોરણે આરક્ષીત રહે તેવા ઉચીત પગલા નથી લઈ રહ્યું જે બાબત લોક ચર્ચાનો વિષય બન્યો છે. તદ્દ ઉપરાંત ખાલી પડેલા જવાહર મેદાનમાં પણ જર્જરીત મકાનનો કાટમાળ સહિતના કચરાનો મોટા પ્રમાણમાં નિકાલ કરવામાં આવે છે.